બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ખેડૂતો તૈયાર થઇ જાઓ! આજે જાહેર થશે PM કિસાન યોજનાનો 18મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ
Last Updated: 08:33 AM, 5 October 2024
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 18મો હપ્તો આજે, શનિવાર, 5 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હપ્તો બહાર પાડશે, જેના દ્વારા દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. PM-KISANની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 18મા હપ્તા માટે ખેડૂતોની રાહ સમાપ્ત થવા જઈ રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શું છે PM-KISAN યોજના?
PM-KISAN યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો અને તેમને ખેતીમાં થતા ખર્ચમાંથી રાહત આપવાનો છે. આ નાણાં દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે, જેથી તેઓ તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકે.
ઇ-કેવાયસી
આ યોજનાનો લાભ મેળવવા માટે, ખેડૂતોએ ઇ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે. જો કોઈ ખેડૂતે હજુ સુધી ઈ-કેવાયસી કરાવ્યું નથી, તો તેણે આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. ખેડૂતો તેમના મોબાઈલ ફોન પરથી OTP દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)ની મુલાકાત લઈને બાયોમેટ્રિક ઈ-કેવાયસી કરાવી શકે છે. ઇ-કેવાયસી વિના, ખેડૂતો આ યોજનાના આગામી હપ્તાનો લાભ મેળવી શકશે નહીં.
તમારા પીએમ કિસાન ખાતાની સ્થિતિ કેવી રીતે તપાસશો?
જો તમે જાણવા માગો છો કે તમારા ખાતામાં તમારા હપ્તાના પૈસા જમા થયા છે કે નહીં, તો તમે pmkisan.gov.in પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. વેબસાઇટ પર 'Know Your Status' ટેબ પર ક્લિક કરીને, તમે તમારો રજીસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને માહિતી મેળવી શકો છો.
લાભાર્થીની યાદીમાં નામ કેવી રીતે તપાસવું?
તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ પણ જોઈ શકો છો. આ માટે, pmkisan.gov.in પર જાઓ અને 'લાભાર્થી સૂચિ' ટેબ પર ક્લિક કરો અને રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામની માહિતી ભરીને રિપોર્ટ મેળવો.
વધુ વાંચોઃ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, 7 પાસથી લઈને સ્નાતકો માટે સરકારી નોકરીની તક
હેલ્પલાઈન
જો કોઈ ખેડૂતને કોઈ સમસ્યા હોય તો તે હેલ્પલાઈન નંબર 155261 અથવા 011-24300606 પર સંપર્ક કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતીયો સૌથી ભણેશરી / દુનિયામાં સૌથી વધારે વાંચનમાં ભારત નંબર વન, લિસ્ટમાં જુઓ કયા દેશના લોકો કેટલું વાંચે?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.