સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા તૈયાર,31 ઓક્ટોબરે PM મોદી કરશે અનાવરણ

By : kavan 07:56 AM, 12 October 2018 | Updated : 07:56 AM, 12 October 2018
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સતત ચાલી રહેલુ કામ પૂર્ણ થયું છે. સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું કામ પૂર્ણ થયું છે. આ સરદારની પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમાં છે. આજથી આ પ્રતિમા પર ટચિંગ અને ફિનિસિંગની કામગીરી હાથ ધરાશે.

આ તમામ કામ 31 ઓક્ટોબર પહેલા પુરું કરવામાં આવશે અને આ પ્રતિમાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ ત્રણ ગણી ઊંચી છે .આ મોટા પ્રોજેક્ટ પાછળ 3 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમથી 3 કિમી દૂર સાધુ બેટ પર આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલી છે. આ પ્રતિમામાં કાંસુ, લોખંડ, પિત્તળ ખનિજ વગેરે તત્વોનો ઉપયોગ કરાયો છે. આ પ્રોજેક્ટનું કામ સતત 48 મહિનાથી ચાલી રહ્યું હતું.

આપને જણાવી દઇએ કે, સ્ટેચ્યૂમાં 25 મીટરનું પોડિયમ, 157 મીટર ઊંચાઇની સરદારની પ્રતિમા બનાવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 1.80 લાખ ઘનમીટર કોન્ર્કીટનો વપરાશ કરાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 18,500 મેટ્રીક ટન રેન્ફોર્સ સ્ટીલ પણ વપરાયું છે. આ ઉપરાત 70,000 મેટ્રિક ટન સિમેન્ટ અને 2,000 મેટ્રીક ટન કાંસાનો ઉપયોગ કરીન આ પ્રતિમાને બનાવવામાં આવી છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story