બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / તમારા કામનું / હવેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર લાગશે 18 ટકા GST, શું વપરાશકર્તાઓ પર પડશે કોઇ અસર?

જાણવા જેવું / હવેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન પર લાગશે 18 ટકા GST, શું વપરાશકર્તાઓ પર પડશે કોઇ અસર?

Last Updated: 08:29 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

GST કાઉન્સિલની બેઠકમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક બિઝનેસ ચેનલને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ 2000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન પર 18% GST લાગશે.

પેમેન્ટ ગેટવેને આમાં કોઈ છૂટ મળશે નહીં. આ નિર્ણય બાદ ટ્રાન્ઝેક્શનની મર્ચન્ટ ફી પર 18 ટકા GST લાગશે. GST ફિટમેન્ટ કમિટીનો અભિપ્રાય છે કે પેમેન્ટ એગ્રીગેટર્સ પાસેથી આ કમાણી પર 18% GST વસૂલવો જોઈએ. સમિતિનું માનવું છે કે આ પ્રકારના જીએસટીથી ગ્રાહકોને અસર થવાની શક્યતા નથી.

GST પેમેન્ટ ગેટવે અને એગ્રીગેટર પાસેથી વસુલાશે

વાસ્તવમાં આ GST પેમેન્ટ એગ્રીગેટર પાસેથી લેવામાં આવશે. પેમેન્ટ એગ્રીગેટર્સ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ છે જે વેપારીને ચુકવણીની રકમ સ્વીકારવામાં મદદ કરે છે. રેજરપે, પેટીએમ અને ગુગલ પે એ પેમેન્ટ એગ્રીગેટનાં ઉદાહરણો છે.

Website Ad 3 1200_628

વાસ્તવમાં પેમેન્ટ એગ્રીગેટર્સ તેમની સેવાઓ પૂરી પાડવા માટે વેપારીઓ પાસેથી કેટલાક પૈસા લે છે. આ દરેક વ્યવહારના 0.5-2 ટકા છે. જો કે મોટાભાગના એગ્રીગેટર્સ તેને 1 ટકા પર રાખે છે. આ 0.5-2 ટકા રકમ પર સરકાર જે સર્વિસ ટેક્સ વસૂલે છે. તેથી સામાન્ય લોકો પર તેની સીધી અસર નહીં થાય. પરંતુ તે નાના દુકાનદારો માટે મુશ્કેલી ઊભી કરશે.

આ પણ વાંચોઃ જોયું છે ધોનીનું આલીશાન ફાર્મ હાઉસ? નહીં ને તો જોઇ લો આ તસવીરોમાં, કંઇ મહેલથી કમ નથી!

દિલ્હીમાં GST કાઉન્સિલની બેઠક યોજાઈ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વીમા પોલિસી પરના GST દરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ગ્રાહકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GST Collection Credit card Limit Debit Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ