બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 18 Bangladeshis arrested together from Ahmedabad ahead of Rath Yatra, ATS action reveals shocking revelation

એક્શન / 'ઓપરેશન સેફ સિટી': રથયાત્રા પૂર્વે અમદાવાદમાંથી એકસાથે 18 બાંગ્લાદેશીઓ ઝડપાયા, ATSની કાર્યવાહીમાં થયો ચોંકાવનારો ખુલાસો

Vishal Khamar

Last Updated: 03:49 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસ દ્વારા અલ કાયદા બાંગ્લાદેશીઓની ધરપકડ મામલે ખુલાસો કર્યો છે. જેમાં એટીએસની ટીમે પંજાબનાં લુધિયાણામાં ઓપરેશન કર્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે એટીએસે તપાસ તેજ કરી છે.

  • ગુજરાત ATS દ્વારા અલ કાયદા બાંગ્લાદેશીઓની ધરપકડ મામલે ખુલાસો
  • ATSની એક ટીમે પંજાબના લુધિયાણાંમાં કર્યું હતું ઑપરેશન 
  • 13 દિવસ ત્યાં પણ રહી આવ્યા હતા આરોપીઓ
  • ATSએ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે

રથયાત્રા પૂર્વે એટીએસની ટીમે ગુજરાતમાં અલ કાયદાનો પ્રચાર કરતા ચાર બાંગ્લાદેશી યુવક ઝડપી પાડ્યા હતા. ચારેય બાંગ્લાદેશી યુવકોનાં બ્રેઈનવોશ કરતા હતા અને અલ કાયદા માટે ફંડ એકત્રિત કરતા હતા. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એક્ટિવ થઇ ગઇ છે અને ‘ઓપરેશન સેફ સિટી’ અંતર્ગત અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીને ઝડપી પાડવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા થોડા દિવસથી એસઓજીની ટીમે ગેરકાયદે વસવાટ કરતા ૧૮ બાંગ્લાદેશીને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમને હાલ એસઓજી કચેરીમાં રાખવામાં આવ્યા છે. તમામ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. બાંગ્લાદેશી યુવકો અમદાવાદમાં કેમ આવ્યા છે તે મામલે એસઓજીએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવ અને તેની આસપાસમાં રહેતા કેટલાક લોકો બાંગ્લાદેશી છે. જે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રહે છે. 

પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગયાં છે. એક બાજુ ક્રાઇમ બ્રાંચ રોજેરોજ હથિયાર ઝડપી રહી છે ત્યારે પોલીસ માથાભારે તેમજ અસામાજીક તત્ત્વ પર વોચ રાખી રહી છે. થોડા દિવસ પહેલાં એટીએસની ટીમે એક ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં અલ કાયદા નામના આતંકી સંગઠનથી પ્રેરિત ચાર બાંગ્લાદેશી યુવકને ઝડપી પાડ્યા હતા. રથયાત્રા પૂર્વે કોઇ બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ છે. જેના ભાગ રૂપે એસઓજીની ટીમે   ૧૮ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. બાંગ્લાદેશની બોર્ડર ખુલ્લી હોવાના કારણે ત્યાંના લોકો રોજીરોટીની તલાશમાં ભારતમાં આવી જતા હોય છે અને ત્યારબાદ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને રહેતા હોય છે. 

અમદાવાદમાં વસવાટ કરતાં ૧૮ બાંગ્લાદેશીની ધરપકડ
ગુજરાત વિકસિત રાજ્ય છે જેથી અન્ય દેશના લોકો અને અન્ય રાજ્યના લોકો અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં રોજગારી મેળવવા આવતા હોય છે. બાંગ્લાદેશી પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં રોજીરોટી મેળવવા આવે છે. અમદાવાદ એસઓજી દ્વારા સ્પેશિયલ તપાસમાં અમદાવાદમાં વસવાટ કરતાં ૧૮ બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશના એજન્ટ દ્વારા રૂપિયા છથી લઇ દસ હજાર સુધીની રકમ લઈને બોર્ડર ક્રોસ કરીને પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એસઓજીના એસીપી બી.સી. સોલંકીએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશીને પકડવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે. જેમાં ૧૮ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી પુરુષ છે. બાંગ્લાદેશીને પકડવા માટે અલગ અલગ ટીમની રચના કરવામાં આવી હતી. 

અમદાવાદમાં આ બાંગ્લાદેશી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા
અમદાવાદના ઈસનપુર, શાહઆલમ, ચંડોળા તળાવ, દાણીલીમડા જેવા વિસ્તારમાં ગેરકાયદે રીતે ૧૮ બાંગ્લાદેશીની ધરપકડ કરી લેવામાં આવી છે. જે તમામ લોકો નાનાં ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તો કેટલાક લોકો ફૂટપાથ પર તંબુ બાંધીને રહેતા હતા. બાંગ્લાદેશમાં રોજગારી મળતી ન હોવાથી તેઓ રોજગારી માટે આવ્યા હતા. અમદાવાદમાં આ બાંગ્લાદેશી છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. શાકભાજીની લારી, કડિયાકામ જેવાં કામ કરતા હતા. એસઓજી દ્વારા પકડાયેલા ૧૮ બાંગ્લાદેશી ૨૫થી ૩૫ વર્ષની ઉંમરના છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે કે તમામ લોકો દેશ વિરોધી પ્રવૃત્તિમાં કોઈના સંપર્કમાં આવ્યા છે કે નહીં.     
બાંગ્લાદેશીઓ પાસેથી આધારકાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટ મળ્યા
ACP બી.સી.સોલંકીએ વધુમાં જણાવ્યું છે કે જ્યારે કોઇપણ શંકાસ્પદ વ્યકિતઓની પૂછપરછ કરવામાં આવે ત્યારે તેની પાસે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે. ઝડપાયેલા ૧૮ પુરુષ પાસેથી બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તમામ પુરુષ એજન્ટને રૂપિયા આપીને અમદાવાદ આવી પહોંચ્યા હતા અને બોગસ ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, ઇલેક્શનકાર્ડ બનાવીને ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા. કેટલાક પુરુષ પાસેથી બાંગ્લાદેશના ડોક્યુમેન્ટ તેમજ ભારતના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તમામ બાંગ્લાદેશીઓની પૂછપરછ કરીને તેમને પરત બાંગ્લાદેશ ડીપોર્ટ કરવામાં આવશે. દિલ્હી સરકારની મંજૂરી બાદ તમામને બાંગ્લાદેશ મોકલાશે ત્યાં સુધી તે એસઓજીની કચેરીમાં રહેશે. 

ઘૂસણખોરી માટે બાંગ્લાદેશની બોર્ડર હોટ ફેવરિટ 
પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લા નજીકની બોર્ડર ફેન્સિંગ વગરની હોવાથી બાંગ્લાદેશી નાગરિકો આસાનીથી ઘૂસણખોરી કરી રહ્યા હોવાનું અત્યાર સુધીના અનેક કિસ્સામાં સામે આવ્યું છે. અમદાવાદના વટવા, ચંડોળા, નારોલ અને રામોલમાં રહેતા બાંગ્લાદેશીએ હવે ગોતા અને તેની આસપાસના વિસ્તારમાં રહેવાની શરૂઆત કરી છે. આ ઘૂસણખોરો નકલી દસ્તાવેજ બનાવી અમદાવાદમાં વસવાટ કરતા હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે. 

જે.વી.વાળા (ડીસીપી, એસઓજી ક્રાઈમ)

ATSએ સમગ્ર મામલે તપાસ તેજ કરી છે
ગુજરાત એટીએસ દ્વારા અલકાયદા બાંગ્લાદેશીઓની ધરપકડ મામલે ખુલાસો કર્યો છે. જેમાં એટીએસની એક ટીમે પંજાબના લુધિયાણામાં ઓપરેશન કર્યું હતું. ત્યારે આરોપીઓ 13 દિવસ ત્યાં રહી આવ્યા હતા. ઈદનાં તહેવાર પર અનેક બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશ ગયા હતા.  એટીએસે ત્રિપુરા, અસમ સહિત અન્ય રાજ્યોની પોલીસને માહિતી આપી હતી. તેમજ બોર્ડર ઉપર એજન્સીઓને પણ જાણ કરવામાં આવી હતી. એટીએસ એ આ મામલે બીએસએફ ની પણ મદદ લીધી છે. આરોપીઓ ભારતમાંથી બાંગ્લાદેશમાં પોતાના મુખ્ય સાગરીતને રૂપિયા મોકલતા હતા. એટીએસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bangladeshi arrested agencies alert એસઓજી બાંગ્લાદેશી ઝડપાયા રથયાત્રા ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ