લોકસભાનું પહેલું સત્ર 17 જૂનથી શરૂ થશે, જે 26 જુલાઇ સુધી ચાલશે. એવામાં 17મી લોકસભાના નવા અધ્યક્ષ અથવા સ્પીકર કોણ બનશે તેના પર સૌની નજર છે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે. એની પહેલા બે દિવસ 17 અને 18 જુન પ્રોટેમ સ્પીકર દ્વારા નવા સાંસદોને શપથ અપાવવામાં આવશે.
નીચલા ગૃહમાં લોકસભામાં બીજેપી આગેવાની વાળા એનડીએની પાસે લગભગ બે તૃતીયાંશ બહુમત હોવાના કારણે લોકસભા અધ્યક્ષ પદ એમને મળવાની પૂર્ણ શક્યતા છે.
લોકસભા સ્પીકરના પદ માટે જે સાંસદોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેમા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, અને વીરેન્દ્ર કુમાર સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ અને એસ.એસ. અહલુવાલિયાના નામ પણ સામેલ છે.
મેનકા ગાંધીનું નામ લીસ્ટમાં આગળ
આઠ વારના સાંસદ મેનકા ગાંધી ભાજપના સૌથી અનુભવી લોકસભા સભ્ય છે. તથા અધ્યક્ષ પદ માટે એક સ્વાભાવિક વિકલ્પ છે. 17મી લોકસભામાં સૌથી અનુભવી સાંસદ હોવાના કારણે તેમને કાર્યવાહક અધ્યક્ષ બનાવી શકાય તેમ છે.
રાધા મોહન સિંહ-વીરેન્દ્ર કુમાર પણ મજબૂત દાવેદાર
રાધામોહન સિંહ પણ છ વાર સાંસદની ચૂંટણી જીતી ચુક્યા છે. એમને પણ અધ્યક્ષ પદ માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે. રાધામોહન સિંહની સંગઠન પર મજબુત પકડ છે. તેમની છાપ પણ વિનમ્ર અને સૌને સાથે લઇે ચાલનાર નેતાની રહી છે. વીરેન્દ્ર કુમાર છ વારના સાંસદ રહ્યા છે અને દલિત હોવાથી એમના પક્ષમાં નિર્ણય આવી શકે છે.
એસ.એસ.અહલુવાલિયા
એસ.એસ.અહલુવાલિયા ગત સરકારમાં સંસદીય કાર્ય રાજ્ય મંત્રી હતા. ભાજપના નેતાઓનો એક વર્ગ માને છે કે પાર્ટી નેતૃત્વ દ.ભારતમાંથી કોઇ નેતાની પસંદગી કરીને સૌને ચોંકાવી શકે છે.
લોકસભા ઉપાધ્યક્ષનું પદ બીજૂ જનતા દળ(બીજદ)ને આપી શકાય તેમ છે. ઉપરાંત કટકના સાંસદ ભૃર્તહરિ મહતાબનું નામ આ પદ પર માટે વિચારધીન છે. મહતાબને 2017નો સર્વોત્તમ સાંસદનો પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. 16મી લોકસભામાં ઉપાધ્યક્ષ અન્નાદ્રમુકના એમ.થમ્બી દુરેને બનાવવામાં આવ્યા હતા.
શિવસેનાનો સ્પીકર પદ પર દાવો
થોડા સમય પહેલા મીડિયામાં સમાચાર આવ્યા હતા કે, લોકસભા ડિપ્ટી સ્પીકર માટે શિવસેનાએ દાવો કર્યો છે. એનડીએના સાથી પક્ષ શિવસેનાએ ડેપ્ટી સ્પીકરના પદની માંગ કરી છે.