સાબદા રહેજો /
ગુજરાત માથે ફેલાણો કોરોનાનો પંજો ! ગઈ કાલ કરતાં આજે વધ્યાં 58 કેસ, અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ
Team VTV08:04 PM, 18 Mar 23
| Updated: 08:49 PM, 18 Mar 23
ગુજરાતમાં કમોસમી વરસાદની વચ્ચે કોરોનાએ પણ જડ જમાવી છે, રાજ્યમાં થોડા દિવસથી કોરોનાએ ધીરે ધીરે માથું ઉચકી રહ્યું છે. ગઈકાલ કરતા આજે કેસમાં મોટો ઉછાળો આવ્યો છે જે આગામી સમયમાં આફતનો સંકેત છે
ગુજરાતમાં આજે કોરોનાના 179 કેસ
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા
રાજ્યમાં આજે 45 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં કોરોના ફરી બેકાબુ થવાની રફ્તારમાં આગળ વધી રહ્યો છે. કોરોના કેસમા ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 179 પોઝીટિવ કેસ નોંધાયા છે. તેમજ કોરાનાથી મોતનો એક કેસ છે
અમદાવાદમાં 84 કોરોના કેસ
રાજ્યમાં 179 કોરોના કેસ નોંધાયો છે, 17 જિલ્લામાં નવા કેસ નોંધાયા છે. આજે 45 દર્દી સ્વસ્થ થયા છે. એક્ટિવ કેસ વધીને 655 પર પહોંચ્યાં છે. અમદાવાદમાં 84 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણામાં 21, રાજકોટમાં 19 તેમજ સુરતમાં 12, અમરેલીમાં 9 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 8, વડોદરામાં 45 કેસ નોંધાયા છે. ભાવનગર, ગાંધીનગરમાં 4-4 કેસ તેમજ સુરેન્દ્રનગરમાં 3, આણંદમાં 2 કેસ તેમજ જૂનાગઢ, પોરબંદરમાં 2-2 કેસ નોંધાયા છે. ભરૂચ, ખેડામાં 1-1 કોરોના કેસ અને મોરબી, પાટણમાં 1-1 નવો કેસ સામે આવ્યા છે. આજે 668 લોકોનું રસીકરણ થયું છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ 655 એક્ટિવ કેસો છે. જેમાં 4 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 668 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
45 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 179 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકા નોંધાયો છે. તેમજ આજે 45 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 655 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 45 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 668 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.08 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.08 ટકા છે. અત્યાર સુધીમાં 12,66,881 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
જુઓ વિગતે..
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે.
6 રાજ્યોને આપ્યો આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલયનાં ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરાવવું, કોરોનાનાં કેસને સતત મોનિટર કરવું, નવા ફ્લૂ, વાયરસ કે ઈન્ફ્સૂએંઝાની મોનિટરિંગ, જીનોમ સીકેંસિંગ અને કોવિડ અનૂકુળ વ્યવહાર અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. જેના કારણે વાયરસ ફેલાવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. ઈન્ફેક્શનને ફેલાતો અટકાવા માટે આ રાજ્યોમાં કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.