1.75 crore missing Flipkart goods from Surat to Ahmedabad connection, LCB police arrested 2 accused 3 still absconding
ષડયંત્ર /
સુરત : બાપ-દીકરાએ Flipkartનું પોણા બે કરોડનું કરી નાંખ્યું, ભેજું એવું દોડાવ્યું કે જાણીને મગજ કામ નહીં કરે
Team VTV09:44 PM, 17 Aug 21
| Updated: 09:46 PM, 17 Aug 21
કંપનીના અધિકારી વિકાસ પુનિયાએ માલ ગુમ થયા અંગે ફરિયાદ કરી હતી જે બાદ પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીના પોણા બે કરોડનો માલ ગુમ થવાનો મામલો
આરોપી કૌશલ શાહ અને પંકજ ખટિકની ધરપકડ
કંપનીના અધિકારી વિકાસ પુનિયાએ નોંધાવેલી ફરિયાદ બાદ કાર્યવાહી
થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન જતી ટ્રકમાંથી ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીના પોણા બે કરોડનો માલ અચાનક ગુમ થઇ ગયો હતો. માલ ગુમ થયા બાદ ટ્રક સુરતના કરજણ પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. 6 ઓગસ્ટે બનેલી આ ઘટના પછી કંપનીના અધિકારી વિકાસ પુનિયાએ માલ ગુમ થયાની જાણ પોલીસને કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે.
ટ્રકના ડ્રાયવર અને કંડકટરને લાલચ આપી
આરોપી ટ્રકના ડ્રાયવર અને કંડકટર ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીનો માલ લઈ મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા, અગાઉ બનાવેલ પ્લાન મુજબ રૂપિયાની લાલચમાં આવી તેમને આ માલ સુરતના પલસાણા પાસે ગોડાઉનમાં ઉતારી દીધો હતો અને ટ્રકને સુરતના કરજણ પાસે એક હોટલના પાર્કિગમાં મુકીને ફરાર થઈ ગયા હતાં. બાદમાં માલ સમયસર ન મળતા સમગ્ર ઘટના વિશે કંપનીના અધિકારીઓને જાણ થઈ હતી. ફરાર ડ્રાયવર રમેશ પટેલ અને ક્લિનર સલમાન હજુ પોલીસ પકડથી દૂર છે.
આરોપીઓ પિતા પુત્ર નીકળ્યા
એલસીબીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા કંપનીની ગાડી સુરતના પલસાણા નજીક એક ગોડાઉનમા રોકાઈ હતી તેની ખરાઈ કરતા સુરતના શિવલાલ શાહ અને કુશલ શાહે ડ્રાયવર કંડકટરને લાલચ આપી તમામ માલ ઉતારી લીધો હતો અને આ માલ અમદાવાદના પંકજ ખટીકને અન્ય વાહન મારફત માલ મોકલી દીધો હતો. ગુનાના મુખ્ય આરોપી શિવલાલ શાહ અને કુશલ શાહ બંને પિતા પુત્ર છે.
ચોરી થયેલ માલ અમદાવાદ મોકલાયો
ફ્લિપ કાર્ટ કંપનીએ વિવિધ કંપનીના મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રિક સામાન, કિચનનો સામાન, અલગ - અલગ કંપનીની બોલપેનો હતી. જેની કિમત 1 કરોડ 75 લાખ હતી. સમગ્ર માલ સુરતના ગોડાઉનથી અમદાવાદના પંકજ ખટીક નામના શખ્સને મોકલાવી દીધો હતો. સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ થતાં LCBની મદદ લેવાઈ હતી જે બાદ એક બાદ એક પાસાઓ ભેગા કરી LCBએ સમગ્ર ચોરીનો ભાંડફોડ કર્યો હતો. આરોપી શિવલાલ શાહ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે જે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેમજ ડ્રાયવર રમેશ પટેલ અને ક્લિનર સલમાનને પકડવા વિવિધ ટીમ રવાના કરી છે.અમદાવાદના સરસપુર ખાતે બોમ્બે હાઉસિગ પાસે રહેતા પંકજ ખટીકની પણ ધરપકડ કરી છે