બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / 173.55 kg of silver was seized from diapers in Ahmedabad, 173.55 kg of silver was seized in Valsad, you will be shocked to see the idea of crimin

કાર્યવાહિ / અમદાવાદમાં ડાયપરમાંથી લાખોનું સોનું તો વલસાડમાં 173.55 કિલો ચાંદી ઝડપાયું, ગુનેગારોનો આઇડિયા જોઈ ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 04:47 PM, 24 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય માં સોના-ચાંદી જેવા કિંમતી ધાતુની હેરાફેરી અટકવાનું નામ લેતું નથી. હાલમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી લાખો રૂપિયા નું સોનુ ઝડપાયું છે.

  • વલસાડમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધારે ચાંદીના દાગીના ઝડપાયા 
  • કાર માંથી ચોરખાના બનાવીને રાજસ્થાન લઇ જવાતું  173.55 કિલો ચાંદી ઝડપી પાડ્યું
  • વલસાડ  રૂરલ પોલીસ દ્વારા 3 આરોપીને 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યા 

 રાજ્યમાં સોના-ચાંદી જેવા કિંમતી ધાતુની હેરાફેરી અટકવાનું નામ લેતું નથી. હાલમાં જ  અમદાવાદ એરપોર્ટ પરથી લાખો  રૂપિયાનું સોનુ ઝડપાયું છે. તો આ તરફ રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધારે ચાંદીના દાગીના ઝડપાયા છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી શંકાના આધારે એક કાર માંથી ચોરખાના બનાવીને રાજસ્થાન લઇ જવાતું  173.55 કિલો ચાંદી ઝડપી પાડ્યું  છે.  વલસાડ  રૂરલ પોલીસ દ્વારા 3 આરોપીની સાથે 1 કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ  હાથ ધરી હતી. તો કોણ છે ચાંદી  હેરાફરી કરનારા છે ?

કારને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી
વલસાડ રૂરલ પોલીસ દ્વારા હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન વલસાડ ના સુગર ફેક્ટરી પાસે નેશનલ હાઇવે નંબર 48 પર મહારાષ્ટ્ર પાર્સીંગ  ની એક મહિન્દ્રા વેરીંટો કાર આવતા પોલીસ ને શંકા ગઈ હતી.  આ કાર વજનદાર હોવાને લઈને શંકા જતા કાર નો પીછો કરી વલસાડ ના ધમડાચી પીરુ ફળિયા રામદેવ ઢાબા  પાસે આ કાર ને અટકાવી તેમાં તપાસ  કરતા કાર માંથી ચોરખાના માં મુકેલ ચાંદી મળી આવ્યું હતું.  જેને લઈને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ  કરતા   કુલ 173.5 કિલો ચાંદી મળી આવી હતી. જેની કિંમત 1 કરોડ 10 લાખ 94 હજાર 720 રૂપિયા  થાય છે. જેને અંગે બીલો માંગતા આરોપીઓ સંતોષ કારક જવાબ આપ્યા ન હતા. જેથી પોલીસે વધુ તપાસ કરવા કારને  પોલીસ સ્ટેશન લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી .

ચાંદી કોલ્હાપુરથી રાજસ્થાનનાં ઉદેપુર ખાતે લઈ જવામાં આવી રહી હતી
વલસાડ રૂરલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીઓ પૈકી  2  વેપારીઓ અને 1 ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું અને આ બંને વેપારીઓ  આ ચાંદી  મહારાષ્ટ્રના કોલ્હાપુર થી રાજસ્થાન ના ઉદેપુર ખાતે આપવા જતા હોવાનું બહાર આવ્યું હતું .
ઝડપાયેલ આરોપીઓ ની ઓળખ કરીએ તો 
1. સંતોષ ગણપતિ હેડકે  રહે. કોલ્હાપુર મહારાષ્ટ્ર 
2. સતીશ ગણપતિ હેડકે  રહે .કોલ્હાપુર મહારાષ્ટ્ર 
3. વિજય રામચન્દ્ર પાટીલ  રહે. સાંગલી મહારાષ્ટ્ર 
ને અટકાયત કરી વધુ તપાસ  હાથ ધરી હતી. 

ચાંદીની હેરાફેરી કરતી ગેંગ ઝડપાઈ
ઝડપાયેલા આરોપીઓ  હાલ ચાંદી કોને આપવાનું અને કેવી રીતે આ ચાંદી લાવવામાં આવ્યું તે દિશા માં પોલીસ દ્વારા વધુ તપાસ  હાથ ધરી હતી. હાલ તો આરોપીઓ ના રિમાન્ડ મેળવી  આટલા મોટાસજથ્થાના મૂળ શોધવા કડક પૂછપરછ શરુ કરી છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ પોલીસની સમય સુચકતાને કારણે ચાંદીની હેરાફેરી કરતી ગેંગ હાલે ઝડપાઇ છે.  ત્યારે રિમાંડ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી સંભાવના જોવા મળી રહી છે .

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ