વડોદરા / ધોરણ 10માં નાપાસ પ્રિન્સે રિમોટ કંટ્રોલથી ઉડતા મોડલ પ્લેન બનાવ્યા

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. વડોદરાના વૈભવ ઉર્ફે પ્રિન્સ પંચાલે આ કહેવત સાર્થક કરી છે. અભ્યાસક્રમમાં નબળા વિદ્યાર્થી જ્યારે નાપાસ થાય છે ત્યારે હતાશ થાય છે અને કોઈ આવું પગલું ભરી લે છે ત્યારે વડોદરાના પ્રિન્સ પંચાલ આવો વિદ્યાર્થીઓને પ્રેરણારુપ રસ્તો અપનાવ્યો છે. ધોરણ 10માં તમામ વિષયમાં નપાસ થયેલો પ્રિન્સ પંચાલ વિવિધ પ્રકારના નાના વિમાનો બનાવી સફળતા તરફ આગળ વધી રહ્યો છે. દાદાએ આપેલા આ પ્રેમના કારણે આ વિદ્યાર્થી આજે નવી આશાઓ સાથે સંશોધન કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ