બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 17 વર્ષની છોકરીએ બિયરની બોટલના 36 ઘા મારીને પતિની હત્યા કરી, વીડિયો કોલમાં લાશ લવરને દેખાડી

MP / 17 વર્ષની છોકરીએ બિયરની બોટલના 36 ઘા મારીને પતિની હત્યા કરી, વીડિયો કોલમાં લાશ લવરને દેખાડી

Last Updated: 10:35 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીમાં 17 વર્ષની એક સગીર પત્નીએ તેના પત્નીની હત્યા કરીને વીડિયો કોલમાં લાશ લવરને દેખાડી હતી.

પતિ પર પત્નીઓના જુલમ હવે વધતો જાય છે. મેરઠની મુસ્કાનના કાંડ બાદ દેશમાં આવી અસંખ્ય ઘટનાઓ સામે આવી છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરીને લાશ ફેંકી દીધી હોય. એમપીના બુરહાનપુરમાં પણ 17 વર્ષની પત્ની પણ મુસ્કાનને પગલે ચાલી છે અને પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી.

પત્નીએ કેવી રીતે કરાવી પતિની હત્યા

બુરહાનપુરમાં 17 વર્ષની સગીર પત્નીએ તેના બે લવર સાથે પતિની હત્યા કરાવી નાખી હતી. પીડિતા, ગોલ્ડન પાંડે ઉર્ફે રાહુલ, પર આરોપીઓએ ઇન્દોર-ઇચ્છાપુર હાઇવે પર ITI કોલેજ નજીક 36 વાર છરીના ઘા કર્યા હતા. ચારેય આરોપીઓ - કિશોરી, તેનો પ્રેમી અને તેના બે મિત્રો, જેમાંથી એક સગીર પણ છે - પકડાઈ ગયા છે અને તેમની તપાસ ચાલી રહી છે. બુરહાનપુરના પોલીસ અધિક્ષક (એસપી) દેવેન્દ્ર પાટીદારના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ચાર મહિના પહેલા લગ્ન કરનાર દંપતી ટુ-વ્હીલર પર રેસ્ટોરન્ટમાં ખરીદી અને જમ્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતા. પાછા ફરતી વખતે, છોકરીએ ડોળ કર્યો કે તેના ચંપલ નીચે પડી ગયાં છે જે પછી પતિએ બાઈક રોકાવી દીધું હતું, જે પછી છુપાયેલા મિત્રો બહાર આવ્યાં અને બિયરની તૂટેલી બોટલ લઈને તેના પર તૂટી પડ્યાં અને 36 ઘા મારીને તેની હત્યા કરી નાખી.

લવરને વીડિયો કોલમાં દેખાડી લાશ

છોકરીએ યુવરાજને લાશ બતાવવા માટે વીડિયો કોલ કર્યો. ત્યારબાદ આરોપીએ લાશને નજીકના ખેતરમાં ફેંકી દીધી અને ત્યાંથી ભાગી ગયો. પોલીસે જણાવ્યું હતું કે રવિવારે લાશ મળી આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે રાહુલના પરિવારે, જેમણે લાશની ઓળખ કરી હતી, તેમણે જણાવ્યું હતું કે રાહુલ છેલ્લે તેની પત્ની સાથે જોવા મળ્યો હતો, જ્યારે તેઓ એકસાથે ઘરની બહાર નીકળ્યા હતા. કિશોરી ગુમ થયા પછી પોલીસને શંકા ગઈ. ઘણી ટીમો બનાવવામાં આવી અને પુખ્ત વયના લોકોની ધરપકડ કરવામાં આવી અને સગીરોની અટકાયત કરવામાં આવી. આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. યુવરાજના બે મિત્રો, જેમાંથી એક લલિત પાટિલ છે, ગુનો કર્યા પછી પહેલા ઇટારસી અને પછી ઉજ્જૈન ભાગી ગયા હતા. ચારેય લોકો પર હત્યા, હત્યાનું કાવતરું ઘડવા અને પુરાવા છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MP crime Bhopal crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ