બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 17 people died many injured in a fierce fire in an oil depot in Jakarta Indonesia

BIG BREAKING / ઈન્ડોનેશિયાના જકાર્તાના ઓઇલ ડેપોમાં ભીષણ આગ લાગતા 17 લોકો ભડથું, અનેક ઘાયલ

Arohi

Last Updated: 08:57 AM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના એક ઓઈલ ડિપોમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ એટલી ખતરનાક રીતે લાગી છે કે આખા વિસ્તારમાં હડકંપમચી ગયો છે.

  • ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં લાગી આગ 
  • આગના કારણે 17 લોકોના મોતની ખબર 
  • 52 ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબુનો કરી રહી પ્રયત્ન 

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાના એક ઓઈલ ડિપોમાં ભીષણ આગ લાગી ગઈ છે. આગ એટલી ખતરનાક છે કે તેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. આગની ઉંચી-ઉચી જ્વાળા અને ધૂમાડાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની ખબર સામે આવી છે. 

52 ફાયર ફાઈટરની ગાડીઓ મળીને આગ પર કાબુ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 50થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની સ્થિતિ ગંભીર છે. હજુ આગમાં ઘણા લોકોના ફસાયા હોવાની આશંકા છે. એવામાં મોતની સંખ્યા વધી શકે છે. 

હજારો લોકો આવ્યા ઘરની બહાર 
જણાવવામાં આવી રહ્યું છે કે જકાર્તાના એક ઓઈલ ડેપોમાં શુક્રવારે ભીષણ આગ લાગી. અધિકારીઓએ જણાવ્યું કે આગના આસપાસના વિસ્તારોમાં ફેલાવ્યા બાદ ત્યાં રહેતા હજારો લોકોને તેમના ઘરોમાંથી બહાર કાડવા પડ્યા હતા. 

સરકારી ઓઈલ અને ગેસ કંપની પર્ટામિના દ્વારા સંચાલિત ઓઈલ ભંડાર ડિપો ઉત્તરી જકાર્તા હેઠળ મેરાહ વિસ્તારમાં આબાદી વાળા ક્ષેત્રની પાસે સ્થિત છે. તે ઈન્ડોનેશિયાની ઓઈલ જરૂરીયાતોના 25 ટકા સ્ટોક પુરો પાડે છે. ફાયર ફાઈટર અધિકારીઓએ જણાવ્યું કે ઓછામાં ઓછા 260 કર્મચારીઓ અને 52 ગાડીઓ આસપાસના વિસ્તારમાં આગ પર કાબુ મેળવવા માટે કામ પર લાગી છે. 

ઘરો તરફ ફેલાઈ આગ 
જકાર્તા ફાયર ફાઈટર વિભાગના પ્રમુખ એસ ગુનાવાને જણાવ્યું કે ઘટનાસ્થળની આસપાસ રહેતા લોકોને હજુ પણ કાડવામાં આવી રહ્યા છે અને તેમને ગામના એક હોલ અને એક મસ્જિદમાં લઈ જવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે આગના કારણે ઘણા વિસ્ફોટ થયા છે અને તે ધડપથી ઘરો સુધી ફેલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે જેમાં બે બાળકો પણ શામેલ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Indonesia Jakarta fire ઈન્ડોનેશિયા જકાર્તા ભીષણ આગ Jakarta Indonesia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ