બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 17 may weather forecast imd rain alert summer tauktae cyclone

ચક્રાવાતની અસર / તૌકતેના કારણે આજે અહીં વરસાદનું અનુમાન, યૂપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળશે અસર

Bhushita

Last Updated: 08:34 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગના અનુસાર તૌકતે આજે અનેક રાજ્યોમાં વરસાદની સ્થિતિ લાવશે. તાપમાનમાં 4-5 ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળશે.

  • ચક્રાવાતનું સંકટ
  • આજે યૂપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દેખાશે અસર
  • વરસાદ અને પવન સાથે વાતાવરણમાં આવશે 4-5 ડિગ્રીનો ઘટાડો

 
ખતરનાક વાવાઝોડું તૌકતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. કેરળ અને ગોવામાં ભારે વરસાદની સ્થિતિ છે. રાહત કાર્ય માટે ટીમ તૈનાત છે. તેની અસર આજે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ જોવા મળી શકે છે. તૌકતેના કારણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને ગોવામાં પણ વરસાદની સ્થિતિ બની રહી છે. 
 

એમપીમાં અપાયું વરસાદને લઈને એલર્ટ
હવામાન વિભાગના અનુમાનના આધારે અરબ સાગરના તટીય વિસ્તારોમાં સક્રિય ચક્રાવાતી તોફાન તૌકતેના કારણે ગઈકાલે અહીં 32 કિમીની ઝડપે હવા ચાલી અને અનેક જગ્યાઓએ વરસાદ આવ્યો હતો. આજે અહીં 40-50 કિમીની ઝડપે હવા ચાલી સકે છે. અનેક જગ્યાઓએ ગર્જના સાથે વરસાદ આવી શકે છે. એમપીના પૂર્વ ભાગમાં પણ ભારે હવા ચાલવાની શક્યતા છે. 
 

રાજસ્થાનમાં અનેક જગ્યાઓએ થશે વરસાદ
હવામાન વિભાગના આધારે મંગળવારે રાજસ્થાનના ઉદયપુર અને જોધપુરમાં અનેક જગ્યાઓએ વરસાદનું અનુમાન છે. અહીં 18 અને 19મેના રોજ વરસાદ થઈ  શકે છે. આ સમયે 200 મિલીમીટર સુધી વરસાદ નોંધાવવાનું અનુમાન છે. અહીં ચક્રાવાતના કારણે વરસાદ થશે અને સાથે જ 19મેના રોજ અજમેર, જયપુર, ભરતપુર, કોટાના કેટલાક જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે. ઉદયપુર સંભાગના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને 18 અને 19 મેના રોજ કેટલીક જગ્યાઓએ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 19મેના રોજ ઉત્તરી પૂર્વમાં જયપુર, ભરતપુરમાં વરસાદની સ્થિતિ રહેશે.  
 

 

મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે તૌકતેની અસર
મુંબઈમાં તૌકતે વાવાઝોડાની અસર મોટા પ્રમાણમાં જોવા મળી છે. અહીં શહેરમાં  ભારે પવન ફૂંકાયા બાદ ગેટ વે ઓફ ઈન્ડિયા પર દરિયામાં  ઉંચા મોજા ઉછળ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. તો સાથે જ વાવાઝોડાના કારણે મુંબઈમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાનું સામે આવી રહ્યું છે. આજે મુંબઈ, ઉત્તરી કોંકણ, ઠાણે અને પાલઘરના અનેક ભાગમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. સોમવારે અહીં ભારે વરસાદનું અનુમાન છે. મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના સમુદ્રી કિનારા ઉપર 70 થી 80 કિલોમીટરની ઝડપે પહોંચશે `તૌકતે' ચક્રાવાત. મહારાષ્ટ્રના ઉત્તરીય સમુદ્રના કિનારા આગળથી તૌકતે વાવાઝોડું પસાર થશે. ગઈકાલે પણજીના કિનારેથી પસાર થયું હતું તૌકતે વાવાઝોડું.
 
 

સંકળાયેલા મુદ્દાઓ

IMD Rain tauktae cyclone weather Forecast અસર ચક્રાવાત તૌકતે વરસાદ વાવાઝોડુ હવા હવામાનની આગાહી tauktae Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ