બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચોમાસાના ભણકારા વચ્ચે ગરમી-લૂનો કહેર, 16થી વધુ લોકોના મોત, તડકામાં ફરનારા ચપેટમાં

કુદરતી આફત / ચોમાસાના ભણકારા વચ્ચે ગરમી-લૂનો કહેર, 16થી વધુ લોકોના મોત, તડકામાં ફરનારા ચપેટમાં

Last Updated: 04:55 PM, 19 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસા માથે છે પરંતુ આવી સ્થિતિમાં પણ ગરમી કેર વરતાવી રહી છે. દેશમાં અલગ અલગ ઠેકાણે હિટસ્ટ્રોકથી 16 લોકોના મોત થયાં છે.

ચોમાસાની શરુઆતની વચ્ચે ગરમી પણ તેનો કોપ દેખાડી રહી છે. દિલ્હી-એનસીઆર અને નોઈડામાં ભારે ગરમીને કારણે બે દિવસમાં 16 લોકોના મોત થયાં છે. હીટ સ્ટ્રોકના કારણે 22 દર્દીઓને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન પાંચ દર્દીઓના મોત થયા છે. 10 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ગંભીર છે. એક દિવસ પહેલા મંગળવારે સફદરજંગ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકથી બે દર્દીઓના મોત થયા હતા. LNJP હોસ્પિટલમાં 9 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4ની હાલત ગંભીર છે.

મોટાભાગના મજૂરો

ભારે ગરમીનો ભોગ બનેલા લોકોમાં મોટાભાગના મજૂરો છે જેઓ તડકામાં કામ કરતાં હોય છે અને તેથી જ તેઓ ગરમી અને લૂની ચપેટમાં આવ્યાં છે.

RML હોસ્પિટલમાં સાતના મોત

ડૉ. અજય શુક્લાએ જણાવ્યું કે દર્દીઓના મોતનું મુખ્ય કારણ હોસ્પિટલ પહોંચવામાં વિલંબ છે. અત્યાર સુધીમાં આરએમએલ હોસ્પિટલમાં કુલ 45 થી 50 દર્દીઓ આવ્યા છે. હીટવેવની સ્થિતિની શરૂઆતથી આશરે 7 લોકોના મોત થયા છે.

હીટ સ્ટ્રોક કેમ જીવલેણ

ડો.અજય શુક્લાએ જણાવ્યું હતું કે હીટ સ્ટ્રોકના દર્દીઓમાં મૃત્યુદર સૌથી વધુ છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં, મૃત્યુ દર લગભગ 60 થી 70 ટકા છે. આવી સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવામાં મોડું થાય તો મૃત્યુનું જોખમ વધી જાય છે. હીટસ્ટ્રોકના દર્દીઓની સમયસર સારવાર ખૂબ જ જરૂરી છે, અન્યથા ઘણા અવયવોની કામગીરી બંધ થવાથી લોકોના મૃત્યુ થઈ શકે છે. હીટસ્ટ્રોકથી બચવા માટે માથા પર છત્રી કે કપડું વીંટાળવું જોઈએ. દિવસમાં 4-5 લિટર પાણી પીવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે.

LNJP હોસ્પિટલમાં 9 દર્દીઓ દાખલ

LNJP હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું હતું કે LNJP હોસ્પિટલમાં 9 દર્દીઓ દાખલ છે, જેમાંથી 4ની હાલત ગંભીર છે. આ દર્દીઓના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. આ કારણોસર તે વેન્ટિલેટર સપોર્ટ પર છે.

નોઈડામાં નવ મૃત્યુ

નોઈડામાં મંગળવારે 24 કલાકમાં નવ મૃત્યુ નોંધાયા હતા. સ્થાનિક લોકોએ હીટ સ્ટ્રોકનો ભય વ્યક્ત કર્યો છે. જિલ્લા હોસ્પિટલના આઈસીયુ ઈન્ચાર્જ ડો. અસદે જણાવ્યું કે છેલ્લા 24 કલાક દરમિયાન નવ મૃતદેહો હોસ્પિટલ પહોંચ્યા. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ICUમાં 20 બેડ છે જેમાંથી 17 ભરેલા છે.

વધુ વાંચો : પત્ની સાથે ઝગડો થતાં બહાર સુઈ ગયો યુવાન, સાંસદની પુત્રીએ કાર ફેરવી દેતાં તત્કાળ મોત

આ ઉપાયો અજમાવો

-મુસાફરી દરમિયાન પીવાનું પાણી સાથે રાખો

- લીંબુ પાણી, છાસ અને લસ્સી પીઓ

- તરબૂચ, સંતરા, દ્રાક્ષ જેવા ફળ ખાઓ

- હળવા રંગના પાતળા અને સુતરાઈ કપડાં પહેરો

- તડકામાં નીકળતી વખતે છત્રી, રુમાલ, ટોપી રાખવી

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Heatwave Delhi Heatwave death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ