બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / માથા પર દારુના પ્યાલા ઊંધા રાખીને છોકરીને દફનાવાઈ, 1500 વર્ષ જૂની કબરે ડરાવી મૂક્યાં
Last Updated: 10:15 PM, 10 December 2024
સદીઓ જુની કબરના ઘણા રહસ્યો તો રહસ્ય બનીને જ રહ્યાં છે, આજ દિન સુધી નથી ઉકેલાયાં, ત્યારે હવે વધુ એક આવું રહસ્ય સામે આવ્યું છે જેણે વૈજ્ઞાનિકોના દિમાગનું દહીં કરી નાખ્યું છે.
ADVERTISEMENT
ઈંગ્લેન્ડના લિંકનશાયરમાં મળી 1500 વર્ષ જુની કબર
ખોદકામ દરમિયાન ઘણી વખત આશ્ચર્યજનક વસ્તુઓ મળી આવે છે. આવું જ કંઈક ઈંગ્લેન્ડના લિંકનશાયરમાં પણ જોવા મળ્યું, જેણે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા. અહીંના એક ગામમાં ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોને છઠ્ઠી સદીની એક કબર મળી, જેમાં એક છોકરીના અવશેષો હતા. નવાઈની વાત એ છે કે છોકરીના અવશેષોની સાથે કબરની અંદર દારૂના પ્યાલા પણ હતા. ચિનાઈ માટીના બનેલા આ કપ છોકરીના માથા પર ઊંધા મૂકવામાં આવ્યા હતા. આ કપ એકદમ સલામત હતા. છોકરીના અવશેષો 1500 વર્ષ જૂના હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
1500 વર્ષ પહેલાં આ કપમાં પીવાતો હતો દારુ
ખોદકામ દરમિયાન બાઉલનો રંગ અને બંધારણ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વૈજ્ઞાનિકો પણ આતુર હતા કારણ કે છોકરીના અવશેષો સાથે સિરામિક કપ શા માટે રાખવામાં આવ્યા હતા? આ સિરામિક બાઉલ રોમન યુગના છે. યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના પુરાતત્વવિદ્ હ્યુજ વિલમોટે જણાવ્યું હતું કે આ બાઉલ એક સામાન્ય કબરમાંથી મળી આવ્યો હતો, પરંતુ તેની અનોખી રચના અને બંધારણ ટીમને મૂંઝવણમાં મૂકે છે. અમને જાણવાની ઉત્સુકતા હતી કે તેને છોકરી સાથે કેમ દફનાવવામાં આવ્યો? એ પણ કારણ કે તે સમયે આ કપનો વારંવાર દારૂ પીવા માટે ઉપયોગ થતો હતો.
50 કબરોમાંથી માત્ર એક કબરમાં દારુના પ્યાલા મળ્યાં
વૈજ્ઞાનિકોએ કુલ 50 કબરો ખોદી હતી, પરંતુ આ કપ માત્ર એક કબરમાંથી મળી આવ્યા હતા, તે પણ એક છોકરીના અવશેષો સાથે. આ કપ આજને મૂકાયાં હોય તેવા જ નવા નક્કોર જણાતાં હતા. પુરાતત્વવિદોએ જણાવ્યું હતું કે બાઉલ 2.2 ઇંચ લાંબા છે અને તે સરળતાથી 280 મિલી (મિલીલીટર) પ્રવાહી રાખી શકે છે. પ્યાલા તાંબા અને એલોયથી બનેલું છે અને તેમાં ચંદ્ર અને હૃદયના આકારની ડિઝાઇન છે. આ ઉપરાંત તેના પર લાલ અને ઘેરા વાદળી-વાયોલેટ રંગો પણ કોતરેલા છે. પ્યાલાનો ઉપયોગ વાઇન પીવાના વાસણ તરીકે થયો હતો. રોમન સંસ્કૃતિમાં આ સામાન્ય હતું. જો કે, જ્યારે તેને કબરમાં રાખવામાં આવ્યાં ત્યારે તેનો હેતુ બીજો કંઈ અલગ હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ હવે દારુના પ્યાલાને છોકરી સાથે શા માટે દફનાવવામાં આવ્યાં તેનું રહસ્ય ઉકેલવા લાગ્યાં છે.
છોકરી ડોક્ટર હોવાની સંભાવના
પ્યાલાની અંદર લિપિડ્સની નોંધપાત્ર માત્રા મળી આવી હતી, જે સંભવતઃ ડુક્કરની ચરબીમાંથી બનાવવામાં આવી હતી. વિલમોટનું અનુમાન છે કે પ્યાલા સાથે દફનાવાયેલી છોકરી કોઈ ડોક્ટર અથવા અન્યની સારવાર કરનાર વ્યક્તિ હોઈ શકે છે. શક્ય છે કે તેણે લોકોને દવા આપવા માટેઆ પ્યાલાનો ઉપયોગ કર્યો હોય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT