ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડમાં ભાગ લેનારા છેલ્લા કેટલા અઠવાડિયામાં અલગ અલગ જગ્યાઓથી દિલ્હી પહોંચેલા અંદાજે 150 સેનાના જવાનો કોરોના સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે, બન્ને પરેડમાં ભાગ લેનારા તમામ કર્મચારીઓને કોવિડ-19 સંક્રમણથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલ એક કડક પ્રોટોકૉલ હેઠળ જરૂરી કોરોના તપાસ દરમિયા તેમાં સંક્રમણ સામે આવ્યું.
ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડમાં સામેલ થનારા જવાનોને થયો કોરોના
2000 જવાનમાંથી 150 જવાન કોરોના સંક્રમિત
ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને સુરક્ષિત વર્ગમાં રાખવામાં આવ્યા
સૂત્રોએ કહ્યું કે, નવેમ્બરના અંતથી જ 2000થી વધુ સેન્યકર્મી પરિવહનના અલગ અલગ સાધનોના ઉપોયગ કરતા ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડ માટે દિલ્હી પહોંચ્યા છે અને તે તમામને સુરક્ષિત વર્ગમાં રાખવા માટે કોરોનાની તપાસ કરાવવી પડી.
તેમણે કહ્યું કે, જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને સુરક્ષિત વર્ગમાં રાખવામાં આવી રહ્યા છે. જે વર્ગ તે તમામ કર્મીઓને સમાવવા માટે તૈયાર કરવામાં છે જે પરેડ ટીમોનો ભાગ હશે. સૂત્રોએ કહ્યું કે, સંક્રમિત મળી આવેલા 150 જવાનોમાં સંક્રમણનું કોઇ લક્ષણ નથી અને સાજા થયા બાદ સુરક્ષિત વર્ગમાં સામેલ થઇ શકશે.
એક અધિકારીએ જણાવ્યું કે, અમે ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડના કર્મીઓ માટે એક ખુબજ કડક કોરોના પ્રોટોકૉલનું પાનલ કરી રહ્યા છીએ. મહામારીને જોતા જવાનોની સુરક્ષા માટે મોટી રણનીતિના રૂપમાં સુરક્ષિત વર્ગ સ્થાપિત કરવામાં આવ્યો છે.