બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 15 hottest cities in world up banda district is in second position

ત્રાહિમામ / આફત બની ગરમી: દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના આ 8 શહેરોના નામ જોડાયા

Pravin

Last Updated: 11:06 AM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે મહિના પહેલા જ ગરમી લોકો માટે આફત બની રહી છે. કોલસા સંકટ બાદ વિજળ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

  • દુનિયાભરમાં ગરમીએ કહેર વર્તાવ્યો
  • દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 8 શહેર
  • ગરમીની સાથે સાથે ભારતમાં વિજ સંકટ ઘેરાયું

મે મહિના પહેલા જ ગરમી લોકો માટે આફત બની રહી છે. કોલસા સંકટ બાદ વિજળ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારતીય હવામાન વિભાગે તો મે મહિનામાં વધું ડરામણી ભવિષ્યવાણી કરી છે. વિભાગનું માનીએ તો, તાપમાન 50 ડિગ્રી પાર કરી શકે છે. એપ્રિલ મહિનામાં દેશના કેટલાય ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીથી વધું રહ્યું. લૂની ચપેટ અને ભીષમ ગરમીથી લોકો ઘર પર આરામ કરવા મજબૂર હન્યા છે, બહાર જવાનું હમણાં ટાળી દેજો. આફતની આ ગરમી ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાના અન્ય કેટલાય ભાગોમાં કહેર બનીને તૂટી રહી છે. દુનિયાના 15 સૌથી ગરમ શહેરોમાં ભારતના 8 શહેરોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા નંબરે જ યુપીનું બાંદા શહેર છે. 

સૌથી ગરમ 15 શહેરોમાં ભારતના 8 શહેરો

દેશના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોના કેટલાય વિસ્તારમાં આ મહિનાના અંતિમ દિવસોમાં લૂથી લોકો ત્રસ્ત થઈ ગયા. કેટલાય શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. ભીષણ ગરમીની વચ્ચે વિજળી કાપથી લોકો ઝઝૂમતા રહ્યા હતા. આ તમામની વચ્ચે દુનિયાના શહેરોનું તાપમાન બતાવનારા eldoradoweather.comએ દુનિયાના 15 સૌથી વધારે ગરમ શહેરોનું વિવરણ આપ્યું છે. આ ગરમ શહેરોમાં ભારતના 8 શહેરોના નામ છે. જેમાં બાંદા ઉપરાંત ચંદરપુર, ગંગાનગર, બ્રહ્મપુરી, ઝાંસી, નૌગાંવ, દૌલતગંજ અને જેસલમેર સામેલ છે. 

લૂના કારણે વિજળીની માગ વધી

લૂની સ્થિતિમાં દેશમાં વિજળી ગુલ થઈ રહી છે. વિજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં વિજળીની મુખ્ય માગ શુક્રવારે 207, 111 મેગા વોટ સર્વકાલિન હાઈને પાર કરી ગઈ હતી. આ દેશભરના કેટલાય રાજ્યોમાં ભીષણ લૂ દરમિયાન વિજ સંકટના સમાચાર આવી રહ્યા છે. 

કેટલાય રાજ્યોમાં વિજળી સંકટથી મુશ્કેલીઓ વધી

ગરમીના કારણે એપ્રિલમાં વિજળીની માગ વધી છે અને દેશના અલગ અલગ ભાગમાં વિજળી કાપનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા-યુક્રેન સંઘર્ષના કારણે આયત થતા કોલસાની કિંમતમાં ભારે વધારો અને અમુક વિજળી યંત્રો પોતાની પુરી ક્ષમતાથી કામ નથી કરી રહ્યા. ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ અને મહારાષ્ટ્ર એ રાજ્યોમાં છે, જ્યાં વિજળી ડૂલ થઈ રહી છે. દિલ્હીની પ્રતિષ્ઠિત સંસ્થાઓએ વિજળી કાપની સંભાવના પર કેન્દ્રને પત્ર લખ્યો છે. 

ઉનાળામાં બહાર નિકળતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો

ઉનાળો રોજેરોજ ગરમીનો રેકોર્ડ તોડી રહ્યો છે. આકરા તાપ અને ગરમીમાં ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. ઘરની બહાર નીકળતાં જ એવું લાગે છે કે જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. કાળઝાળ ગરમીથી લગભગ તમામ લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોને કામના સંબંધમાં ઘરની બહાર જવું પડે છે, જેના કારણે હીટ સ્ટ્રોક અને લુ લાગી જવાનુંનું જોખમ દેખીતી રીતે જ વધી જાય છે.

ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવા લાગે છે. બગડેલો ખોરાક અને સ્ટેપલ ફૂડ ખાવાથી પેટ ખરાબ થાય છે. જો તમે ઘરની બહાર જાવ તો આ વાતોનું ધ્યાન રાખો. આનાથી તમે ઉનાળામાં બીમાર પડવાથી બચી શકો છો.

1- લાંબા સમય સુધી તડકામાં ઘરની બહાર ન રહો. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ કરો અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને ટાળો.

2- જો તડકામાં બહાર જવું હોય તો ત્વચા પર સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ટોપી વગેરે પહેરવાનું અને શરીરને પણ ઢાંકવાનું રાખો. તીવ્ર સૂર્યપ્રકાશમાં ટેનિંગ અને સનબર્ન ટાળવા માટે છત્રી, ટોપી, ભીનો ટુવાલ અને ઠંડુ પાણી સાથે રાખો.

3- બહારનો ખોરાક ખાવાનું ટાળો. ખાસ કરીને ખુલ્લું અને તળેલું ખોરાક ન ખાવું જોઈએ. ખાદ્યપદાર્થોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો અને હાથ ધોયા પછી જ ખોરાક ખાઓ.


4- વધુ ને વધુ પ્રવાહી પીવો. પુષ્કળ પાણી પીવો, લીંબુ પાણી પીવો. ધ્યાન રાખો કે તડકામાં ઠંડું કે બરફનું પાણી વધારે ન પીવો.

5- ઉનાળામાં તરબૂચ, તરબૂચ, કેરી, કાકડી, કાકડી જેવા મોસમી ફળ ખાવાનું રાખો. આ સિવાય છાશ, લસ્સી, કાચું આપ કા પૌંઆ, બાયલનું શરબત કે સત્તુનું શરબત પીવો. 

એસી વગેરેની આદત ન પાડી દો તો સારું રહેશે. નહીં તો વધાર ઉકળાટ અને બેચેની અનુભવાશે. તકમરિયાં વરિયાળી આ ઠંડા પદાર્થો છે જે ઉનાળામાં ખાતા કે પિતા રહેવાથી ફાયદો કરે છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

India hottest cities in world ઉનાળો ગરમ શહેરો ગરમી heatwave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ