15 grenades recovered from tailoring shop Jammu-Kashmir
J&K /
શ્રીનગરમાં દરજીની દુકાનમાં બ્લાસ્ટ, 15 ગ્રેનેડ મળી આવતા સેના હરકતમાં
Team VTV06:58 PM, 04 Aug 19
| Updated: 07:18 PM, 04 Aug 19
જમ્મુ કાશ્મીરમાં સરકારે એડવાઇઝરી જાહેર કર્યા બાદ ગંભીર માહોલ છે ત્યારે શ્રીનગરમાં દરજીની દુકાનમાં ધમાકો થયાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. આ સાથે જ આ દુકાનમાંથી 15 ગ્રેનેડ પણ મળી આવ્યા છે. રવિવારે આ દુકાનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો.
નોંધનીય છે કે, ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રવિવારે સવારે બ્લાસ્ટ થયો. નિયંત્રણ રેખા પાસે કેરનના ફિરકિયામાં થયેલ આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું. સુત્રો મુજબ, જ્યારે દરજીની દુકાનમાં બ્લાસ્ટ થયો.
આ ઘટનાને પગલે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બ્લાસ્ટમાં અબ્દુલ હમીદ બજાદ નામના એક વ્યક્તિની મોત થઇ છે. એ બાદ જ્યારે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે દુકાનની તપાસ કરી હતી, જેમા 15 હેન્ડ ગ્રેનેડ મળ્યા હતા.
નોંધનીય છે કે, દરજીના દુકાનમાં બ્લાસ્ટ થયાં બાદ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી હતી. આ સાથે જ પોલીસે દરજીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરજીનું નામ પરવેઝ ખવાના છે. ગ્રેનેડ સાથે તેનો શું સંબંધ છે તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.
ઘટના અંગેની પુષ્ટિ કરતા એક અધિકારીએ કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, દુકાનમાં રાખવામાં આવેલ ગ્રેનેડમાં ધમાકો થયો હતો. અધિકારીએ કહ્યું, પોલીસ ધમાકાની તપાસ કરી રહી છે. અધિકારીએ ગ્રેનેડ ઝડપાવાની કામગીરીને મોટી સફળતા ગણાવી છે કારણ કે, આ વિસ્તારમાં સેના મોટા પાયે જોવા મળે છે. જો કે, મોટી કોઇ ઘટના ઘટે તે પહેલા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.