બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 15 days parole for 60 prisoners of rajkot jail

હરખના આંસુ / કેદીઓની તો દિવાળી સુધરી ગઇ: રાજકોટના 60 કેદીઓને સરકારે આપી 15 દિવસની રજા, જેલ બહાર સર્જાયા લાગણીસભર દ્રશ્યો

Dhruv

Last Updated: 03:53 PM, 24 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારો ટાણે ગુજરાત સરકારે કેદીઓને મોટી રાહત આપી છે. સરકારે રાજકોટ મધ્યસ્થ જેલના 60 કેદીઓને પરિવાર સાથે દિવાળી મનાવવા 15 દિવસની પેરોલ આપી છે.

  • રાજકોટના કેદીઓને દિવાળી ભેટ
  • સરકારે આપી 15 દિવસની પેરોલ
  • કેદીઓએ માન્યો સરકારનો આભાર

ગુજરાત સરકાર દ્વારા જેલના કેદીઓને દિવાળી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે કેદીઓને 15 દિવસની પેરોલ આપતા કેદીઓ અને તેમનો પરિવાર બંને રાજીના રેડ થઇ ગયા છે. રાજ્ય સરકારે રાજકોટની મધ્યસ્થ જેલના 60 જેટલા કેદીઓને 15 દિવસની પેરોલ આપી છે. જેથી તેઓ દિવાળીના તહેવાર પર પોતાના ઘરે જઇ શકે. રાજ્ય સરકારની આ કામગીરીને કેદીઓએ પણ વખાણતા કેદીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

જેલની બહાર સર્જાયા લાગણીસભર દ્રશ્યો

સરકારે દિવાળીના તહેવારમાં કેદીઓને ઘરે જવાની રજા આપતા રાજકોટ મધ્યસ્થ જેલની બહાર આજે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એક બાદ એક કેદી જ્યારે જેલની બહાર નીકળી રહ્યાં હતા ત્યારે તેડવા આવેલા કોઈનાં બાળકો તો કોઈની માતા તેઓને ભેટી-ભેટીને રડતા નજરે પડી રહ્યાં હતાં. જેલની બહાર એવો માહોલ સર્જાયો હતો કે આ દ્રશ્યો જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખમાંથી આંસુ સરી પડે. એક માતા તો જેવો પોતાનો દીકરો જેલમાંથી બહાર આવ્યો કે તુરંત તેની સામે દોડી જઈને તેની ભેટી પડી. ને બાદમાં ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. તો બીજી તરફ એક કેદીએ કહ્યું કે, 'હું 20 વર્ષથી જેલમાં છું પણ આજે બહાર નીકળતા મારી ખુશીનો પાર નથી.' સરકારના આ નિર્ણયથી કેટલાક પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કેદીઓએ આ બાબતે સરકારનો આભાર માન્યો હતો.

હું બેવડી ખુશીની લાગણી અનુભવી રહ્યો છું, સરકારનો આભાર: કેદી

જેલના એક કેદી ભૂપત ચાવડાએ જણાવ્યું હતું કે, 'મારે જેલમાં આ 20મું વર્ષ છે. અમે સરકારને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તેઓએ કેદીઓ પર ધ્યાન દીધું. આથી અમે પરિવાર સાથે દિવાળી ઊજવી શકીશું. અત્યારે હું બેવડી ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. સરકારનો ખૂબ-ખૂબ આભાર.'

ગઇકાલે ભરૂચ સબ જેલના 5 કેદીઓને 15 દિવસ માટે પેરોલ અપાઇ

બીજી બાજુ ગઇકાલે ભરૂચ સબ જેલમાં જેલવાસ ભોગવી રહેલા કેદીઓ માટે પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. કેદીઓ પોતાના પરિવારજનો સાથે દિવાળી મનાવી શકે એ માટે ભરૂચ સબ જેલના 5 કેદીઓને 15 દિવસ માટે પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. આથી કેદીઓ અને તેમનો પરિવાર બંનેમાં એક પ્રકારની ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. 15 દિવસ માટે નિયમ અનુસાર તેમજ યોગ્ય શરતો મુજબ અને જામીન લઇને કેદીઓની પેરોલ મંજૂર કરવાનો રાજ્ય સરકારના ગૃહ વિભાગે નિર્ણય લીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

60 prisoners parole Diwali 2022 Rajkot Central Jail કેદીઓને પેરોલ રાજકોટ મધ્યસ્થ જેલ Diwali 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ