બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 15 કરોડની છેતરપિંડી, 40થી વધુ લોકોને ચુનો લગાવ્યો, વિદેશ જવા એજન્ટનો સંપર્ક કરનારાઓ માટે ચોંકાવનારો કિસ્સો
Last Updated: 05:04 PM, 4 October 2024
જો વિદેશ જવા માટે એજન્ટનો સંપર્ક કરતા હોય તો ચેતી જજો..કારણ કે ઠગ એજન્ટો એર ટિકીટ બુકીંગ અને હોટલ બુકીંગના નામે તમને ચુનો લગાવી શકે છે.. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.. જેમાં એક ટ્રાવેલ્સ એજન્ટએ એર ટિકિગ બુકિંગના નામે કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યો છે..
ADVERTISEMENT
એર ટિકિટ બુકિંગ અને હોટલ બુકિંગના નામે લાખ્ખો રૂપિયા ખંખેર્યા
સમગ્ર ઘટના એવી છે કે તેજશ નામના આ ઠગે અમદાવાદની કન્સ્ટ્રકશન કંપની સાથે એર ટીકીટ બુકીંગના નામે છેતરપીંડી આચરી છે. આ કન્સ્ટ્રકશન કંપની ઇન્ડ્રસ્ટ્રીયલ પાર્ક, બિલ્ડીંગ અને, વેર હાઉસ બનાવવાનું કામ કરે છે..જેથી કંપનીના ડીરેક્ટર તથા કર્મચારીઓને કામના સંદર્ભે વિદેશમાં આવેલી જુદી જુદી બિલ્ડિંગો, ડિઝાઈન અને નવા આઇડિયાને લઈને બહાર દેશોમાં અવર જવર રહેતી હોય છે.. આ કંપનીના ડાયરેક્ટરને સ્કોટલેન્ડ, લંડન અને દુબઈ જવાનું હતું.. તેમણે ફલાઈટ ટિકિટ, હોટેલ રૂમ બુકિંગ તથા અન્ય ટ્રાવેલિંગની સુવિધા માટે બુકિંગ કરાવવાના નામે 32.87 લાખ લીધા હતા.. જેમાંથી તેણે 22 લાખ રૂપિયાની છેતરપીંડી આચરી હતી..જે મામલે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે..
ADVERTISEMENT
આરોપી અગાઉ પણ આ જ ગુનામાં પકડાઇ ચૂકેલો છે
આરોપી તેજશ શાહ મોટો ઠગ છે.. 2018માં પણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એર ટીકીટ બુકીંગના નામે છેતરપીંડી આચરી હતી..અને તેને જેલવાસ ભોગવવી પડી હતી..પરંતુ કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો.. અને આ ઠગ તેજશ શાહએ ફરી ઠગાઈનું નેટવર્ક શરૂ કર્યું હતું.. ટ્રાવેલ્સ એજન્ટ બનીને તેજશ શાહ અને તેની ગેંગ લોકોનો સંપર્ક કરતી હતી..અને વિદેશમાં એર ટિકીટ બુકિંગ, હોટલ બુકીંગ અને ટ્રાવેલ્સની સુવિધાને લઈને પૈસા પડાવતા હતા.. આરોપી એર ટીકીટ બ્લોક કરાવીને ગ્રાહકોનો વિશ્વાસ કેળવી લેતો હતો.. ત્યાર બાદ ખોટા બુકિંગની રસીદ બતાવીને પૈસા પડાવતો હતો.. જો ગ્રાહક વિદેશ પહોંચે તો તેમને હોટલ કે અન્ય કોઈ સુવિધા નહિ મળતા તે મુશ્કેલીમાં મુકાતા હતા. આ ઠગ અને તેની ગેંગએ 40 થી વધુ લોકો સાથે આ મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઈ કરીને અંદાજે રૂ 15 કરોડ નું કૌભાંડ આચર્યું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે..
આ પણ વાંચોઃ ભાજપ નેતાની નિમણૂકથી ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદ, GCCIએ ઉઠાવ્યા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.