બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 14th Commander Level Meeting between India and China will be held on January 12

મોટી બેઠક / ભારત અને ચીન વચ્ચે આ તારીખે 14મી કમાંડર સ્તરની બેઠક યોજાશે, હૉટ સ્પ્રીંગ રહેશે મુખ્ય મુદ્દો

Last Updated: 08:21 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચે 12 જાન્યુઆરીએ 14મી વખત કમાંડર સ્તરની બેઠક યોજાશે જેમા આ વખતે ભારત માટે હૉટ સ્પ્રીંગ ખાસ મુદ્દો રહેશે.

  • ભારત અને ચીન વચ્ચે યોજાશે કમાંડર સ્તરની બેઠક
  • 12 જાન્યુઆરીએ બંને દેશ સૈનિકોને પીછે હટને લઈ કરશે વાત 
  • હોટ સ્પ્રીંગ ભારત માટે રહેશે ખાસ મુદ્દો 

ગલવાન ઘાટીમાં ભાર અને ચીન વચ્ચે જે હિંસા થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી બંને દેશો વચ્ચે સરહદ પર તણાવ યથાવત છે. અત્યાર સુધીમાં બંને દેશ વચ્ચે 13 વખત કમાંડર સ્તરની બેઠક થઈ ગઈ છે ત્યારે હવે 14મી વખત કમાંડર સ્તરની બેઠક બંને દેશો વચ્ચે યોજાશે. જેમા 12 જાન્યુઆરીના રોજ બંને દેશો વચ્ચે કમાંડર સ્તરે બેઠક થશે. 

હૉટ સ્પ્રીંગ પર પાછળ હટવા કરાશે વાત 

આપને જણાવી દઈએ કે આ બેઠકમાં હૉટ સ્પ્રિંગથી પાછળ હટવાને લઈને વાતચીત થઈ શકે છે. ભારત દ્વારા એજ વાત કરવામાં આવશે જે 13મી બેઠકમાં રહી ગઈ હતી. એવું માનવમાં આવી રહ્યું છે કે ભારત દ્વારા એવા પ્રયાસ કરવામાં આવશે કે ચીની સૈનિકો હૉટ સપ્રિંગની પાછળ તેમના સ્થાયી બેસ પર પરત જતા રહે. 

ભારતે બે વખત ચીનને પ્રસ્તાવ મોકલ્યો હતો 

અગાઉ ભારત દ્વારા 14મી કમાંડર સ્તરીય બેઠક માટે ચીનની પીપુલ્સ લિબેરશન આર્મીને બે વખત પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જોકે ચીન દ્વારા આ પ્રસ્તાવને લઈને લાંબા સમય સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નહોતી આવી. 

ઓક્ટોબરમાં 13મી બેઠક યોજાઈ હતી 

ગત ઓક્ટોબર મહિનામાં જે 13મી બેઠક યોજાઈ હતી તેમા ભારતીય સેનાના સુઝાવ પર ચીન સહમત નહોતુ થયું. જેથી હવે 14મી વખત આ બેઠક યોજવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે ચીન દ્વારા જાણી જોઈને આ બેઠકને લઈને મોડા જવાબ આપવામાં આવ્યો છે. કારણકે ભારત પૂર્વી લદ્દાખમાં ગતિરોધ વાળા દરેક સ્થળોએ તણાવ ધટાડવા અને સૌનિકોને પરત બોલાવા પર દબાણ આપી રહ્યું છે. 

સરહદ પર હજું પણ તણાવ યથાવત 

ઉલ્લેખનીય છે કે જ્યારથી ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસા થઈ હતી ત્યારથી સરહદ પર તણાવ વધી ગયો છે. અત્યાર સુધીમાં 13 વખત બંન્ને દેશો વચ્ચે કમાંડર સ્તરે બેઠક યોજવામાં આવી છે. જેમા પેગોંગ ઝીલ અને ઉત્તરી દક્ષિણ કિનારે તથા ગોગરામાં સૈનિકોને પાછા મોકલાવામાં આવ્યા છે. ત્યારે 14મી વખતની આ બેઠકમાં હૉટ સ્પ્રિગ પરથી ખાસ સૈનિકોને પરત મોકલવાની ભારત દ્વારા વાત કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

14th meeting 14મી બેઠક Border dispute China India ચીન ભારત સરહદ વિવાદ india china border conflict
Ronak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ