146 percentage rainfall in overall gujarat monsoon 2019
મેઘરાજા કે યમરાજા /
રાજ્યમાં 146% વરસાદથી ખેડૂતો બેહાલ, મગફળી અને કપાસ સહિત અનેક પાક નિષ્ફળ
Team VTV11:33 AM, 01 Oct 19
| Updated: 03:07 PM, 01 Oct 19
મેઘરાજા હવે ખમૈયા કરો મહારાજ, CM રૂપાણીનું આ વાક્ય ગુજરાતના તમામ ખેડૂતો માટે સોના સમુ વિધાન છે. કારણ ગુજરાતમાં આ વખતે 146 ટકા વરસાદ થયો છે. જેને રાજ્યના અનેક જિલ્લાઓમાં લીલો દુકાળ સર્જ્યો છે. મેઘરાજા આ વખતે યમરાજા બનીએ પધાર્યા હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્યમાં વરસાદનો ઓવરડોઝ, 91 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ
સુરેન્દ્ર નગરમાં 238 ટકા વરસાદન નોંધાયો
180 ટકાથી વધુ વરસાદને લીધે લીલા દુકાળની ભીતિ
દુષ્કાળ માટે પ્રચલિત સૌરાષ્ટ્ર-કચ્છમાં તો આ વખતે 180 ટકા કરતાં પણ વધુ વરસાદ પડતાં લીલો દુકાળ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 238 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સરકારે પણ અધિકારીઓને ખેડૂતોના પાકની નુકસાનીનો પણ સર્વે કરવા આદેશ આપ્યા છે.
કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ?
વિસ્તાર
વરસાદ ટકાવારીમાં
કચ્છ
181
દક્ષિણ ગુજરાત
140
સૌરાષ્ટ્ર
183
ઉતર ગુજરાત
117
મધ્ય ગુજરાત
126
જિલ્લાવાઈઝ વરસાદની ટકાવારી
જિલ્લો
વરસાદ ટકાવારીમાં
કચ્છ
181
દેવભૂમિ દ્વારકા
196
જામનગર
198
મોરબી
164
પોરબંદર
147
જુનાગઢ
160
ગીર સોમનાથ
132
અમરેલી
143
રાજકોટ
159
ભાવનગર
134
બોટાદ
176
સુરેન્દ્રનગર
238
બનાસકાંઠા
107
પાટણ
131
મહેસાણા
107
સાબરકાંઠા
120
અમદાવાદ
105
ગાંધીનગર
119
ખેડા
121
અરવલ્લી
122
મહીસાગર
112
પંચમહાલ
132
દાહોદ
105
આણંદ
128
વડોદરા
118
છોટા ઉદેપુર
173
ભરૂચ
162
નર્મદા
148
સુરત
142
તાપી
124
નવસારી
129
ડાંગ
136
વલસાડ
143
અતિવૃષ્ટીને કારણે નુકસાન પહોંચી રહેલા જિલ્લા
પોરબંદર, ગીર સોમનાથ જૂનાગઢ, દ્રારકા, જામનગર, રાજકોટ, અમરેલીમાં ખેડૂતોને માંડવી રોવડાવી રહી છે તો વળી છોટા ઉદેપુર, ભરુચ, અરવલ્લિમાં પણ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે