સુરતના તક્ષશિલાકાંડમાં 22 નિર્દોષોનો ભોગ લેવાયા બાદ 14 વર્ષના વિદ્યાર્થીએ અનોખુ ડિવાઇસ બનાવ્યું છે્. સુરતના શિવ કંપાણી નામના વિદ્યાર્થીએ આગની માહિતી આપતુ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ આગની ઘટના બને ત્યારે મોબાઇલ પર અલર્ટ મેસેજ મોકલે છે. રોબો ટેકનોલોજી ડિવાઇસથી આગના સમયે અલર્ટ મેસેજ અને મોબાઇલમાં રિંગિંગ થાય છે.જે ઓફિસમાં મોબાઇલ અલાઉડ ન હોય તેવી જગ્યાએ આવુ ડિવાઇસ લગાવવાથી તાત્કાલિક માહિતી મેળવી શકાય છે.