હડતાળ /
ગુજરાતના 14 હજાર VCE કર્મચારી હડતાળ પર ઉતરતા સરકારની ચિંતા વધી, મોટા ભાગની કામગીરી ઠપ, જાણો શું છે તેમની માંગણીઓ
Team VTV01:32 PM, 01 Oct 21
| Updated: 01:34 PM, 01 Oct 21
રાજ્યના 14 હજાર VCE કર્મચારીઓ અચાનકથી હડતાલ પર ઉતરી ગયા છે. જેના કારણે મોટા ભાગની કામગીરી ખોરવાઈ છે. કર્મચારીઓની માગ છે કે તેમને યોગ્ય પગાર આપવામાં આવે સાથેજ તેમને કમીશન પણ આપવામાં આવે.
રાજ્યના 14 હજાર VCE કર્મચારીઓ હડતાલ પર
કર્મચારીઓએ કાયમી કરવા સરકાર સમક્ષ કરી માગ
કામ સામે યોગ્ય પગાર અને કમિશન આપવા કરી માગ
રાજ્યની 14 હજાર ગ્રામ પંચાયતમાં 14 હજાર VCE કર્મચારીઓ કામ કરે છે. જેઓ રાજ્ય સરકારની યોજાનાની કામગીરી કરતા હોય છે. ખાસ કરીને તેઓ સર્વેને લગતી ડિજિટલ કામગીરી કરે છે. સાથેજ તેઓ ડિજિટલ સેવા સેતું, મહેસૂલ વિભાગ, અન્ન પુરવઠા વિભાગ, ચૂંટણીની કામગીરી, ન્યાય આધારિત વિભાગને લગતી કામગીરી, તેમજ પંચાયતને લગતી કામગીરી પણ કરે છે. જોકે હાલ આ VCE કર્મચારીઓ નારાજ છે જેના કારણે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે.
પગારમાં થયો ભેદભાવ દૂર કરવાની માગ
VCE કર્મચારીઓની માગ છે કે તેમના કામ પર તેમને કમિશન મળે સાથેજ તેઓ જેટલું કામ કરે છે તેટલો તેમને પગાર મળે. ઉપરાંત કર્મચારીઓની માગ છે કે તેમને જે પગાર આપવામાં આવે છે. તેમા થતો ભેદભાવ દૂર કરવામાં આવે છે. વધુમાં તેમણે એવી માગણી કરી છે કે તેમને કાયમી કરીને દરેક પ્રકારના સરકારી લાભ આપવામાં આવે.
મહત્વનું છે કે ખેડૂતો નોંધણીની કામગીરી કરાવવા આવી રહ્યા છે ત્યારે તલાટીઓની હડતાળને પગલે નોંધણીની કામગીરી પણ ખોરવાઈ જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જૂના માર્કેટ યાર્ડમાં લોધિકા, હડમતીયા, ગોલીડા, વગુદળ અને પાળગામથી ખેડૂતો મગફળીના રજિસ્ટ્રેશન માટે પહોંચ્યા હતા પરતું માર્કેટ યાર્ડમાં VCE અને તલાટીઓ મંત્રી હડતાળને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
અહીં ઉલ્લેખનિય છે માર્કેટ યાર્ડ તરફથી પણ કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી ખેડૂતો દ્વારા APMCના ચેરમેનને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા APMC દ્વારા પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી VCEને સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે પરતું VCE હડતાળ પર ઉતરી જતા ખેડૂતોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજથી રાજ્યમાં તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે.તલાટીઓની સાથે VCE પણ આ હડતાળ જોડાયા છે.
VCE કર્મી શું કામ કરે છે?
રાજ્યના VCE કર્મીઓ દ્વારા વિવિધ માગોને લઇ વિરોધ કરાઇ રહ્યો છે. VCE કર્મીઓની માગ છે કે ગ્રામ પંચાયતોમાં VCE કર્મીઓને કમિશન મળે અને સરકારી કર્મીઓ જેટલું કામ કરીએ છીએ તો તેટલો પગાર મળે સાથે જ VCE કર્મીને પગાર ધોરણ આપવામાં આવે અને કાયમી કરી સરકારી લાભ આપવામાં આવે, રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં 14 હજાર VCE કર્મી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે.