પાકિસ્તાન: પેશાવરમાં આત્મઘાતી હુમલો, ANP નેતા સહિત 14 લોકોના મોત

By : krupamehta 07:41 AM, 11 July 2018 | Updated : 07:43 AM, 11 July 2018
પાકિસ્તાનના પેશાવરમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટમાં ANPના નેતા હારૂન બિલ્લૌર સહિત કુલ 14 લોકોનાં મોત થયા છે અને 65થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે લેડી રીડિંગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

જણાવીએ કે, પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીને લઈને યોજાયેલી એક બેઠકમાં આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો અને તેમાં ANPના નેતા હારૂન બિલ્લૌરનું મોત નીપજ્યું છે. જ્યારે આત્મઘાતી હુમલો થયો ત્યારે બેઠકમાં 30 થી વધારે લોકો ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે, 2012માં પણ પેશાવર હુમલામાં હારૂન બિલ્લૌરના પિતાનું પણ મોત નીપજ્યું હતું. તો બોમ્બ સ્ક્વોડે માહિતી આપતા કહ્યું કે, હુમલામાં ઓછામાં ઓછા 12 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  Recent Story

Popular Story