બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / ધર્મ / 14 December Surya Grahan 2020 to 14th January 2020

કમૂર્તા / 14મી ડિસેમ્બરથી શરૂ થશે કમૂર્તા, મેષ રાશિને પ્રેમ સંબધમાં સફળતાના યોગ, જાણો તમને કેવી રહેશે અસર

Gayatri

Last Updated: 06:03 PM, 13 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગામી તા.14થી ગોચર ભ્રમણમાં સૂર્ય ધન રાશિમાં સતત 1 માસ પરીભ્રમણ કરશે. આ ભ્રમણ શુભ માનવામાં આવતું નથી કારણ કે ગ્રહ મંડળનો રાજા ગુરુની રાશિમાં ભ્રમણ કરવાથી નૈસર્ગિક રીતે તેના કારકત્વમાં ઓટ વર્તાય છે. કોઈ પણ શુભ કાર્યમાં બરકત લાવવા માટે સૂર્ય, ગુરુનું નૈસર્ગિક બળ હોવું જરૂરી છે. જયોતિષની પરીભાષામાં સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરવાથી ધનારક એટલે કે કમૂરતા ગણાય. જેને કારણે લગ્ન કે કોઈ પણ શુભકાર્યોનિષેધ માનવામાં આવે છે. જે આગામી 14 જાન્યુઆરી સુધી રહેશે.

સૂર્ય પોતે ગુરુની રાશિમાં પરિભ્રમણ કરવાથી સૂર્ય પોતે નૈસર્ગિક રીતે ગુરૂ ગ્રહનું બળ ઘટાડે છે માટે તમામ પ્રકારના શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે પરંતુ ગર્ભ શ્રીમંત, માતાજીના લોટા, સત્યનારાયણ ભગવાનની કથા તથા નવગ્રહ શાંતિ કર્મ, લધુ રુદ્ગ, શિવ પુજા ઇત્યાદિ કરી શકાશે. આ ભ્રમણ રાજકીય મહાનુભાવો માટે પરિવર્તનશીલ રહેશે. દૈવઆચાર્યો માટે વધુ કપરો બની શકે. યુવાવર્ગ માટે લાભદાયી નીવડશે. ત્યારે કઈ રાશિ પર તેની કેવી અસર થશે આવો જાણીએ

મેષ  (અ.લ.ઇ.) 

નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.

 

વૃષભ (બ.વ.ઉ.)

નાનો મોટો વાહન અકસ્માત થઈ શકે. નાનું મોટું ઓપરેશન સંભવ. વાણીમાં ઉગ્રતા આવે. કુટુંબ કબીલામાં માંગલિક પ્રસંગ આવે. રવિવારે મીઠા વગરનું મોટુ એકટાણું કરવું.

મિથુન  (ક.છ.ઘ.) 

કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આરોગ્ય પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. નિત્ય ગાયત્રી જાપ કરવા.

કર્ક  (ડ.હ.) 

નોકરીમાં શુભ તક. જમણી આંખમાં તકલીફ આવી શકે. શત્રુ પર શમન. નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો.

સિંહ  (મ.ટ.) 

સંતાન દ્ગારા શુભ સમાચાર. વડીલોની બગડેલ તબિયત સુધરે. શેર બજારમાં આકસ્મિક લાભ. નિત્ય સૂર્યોદય પહેલાં ઊઠવું.

કન્યા  (પ.ઠ.ણ.) 

માતાને માંદગી આવી શકે. કર્મક્ષેત્રમાં સરકારી લાભ બને. હૃદયને લગતી તકલીફ આકસ્મિક થાય. નિત્ય સૂર્યદેવને જળ ચડાવતાની સાથે ગાયત્રી મંત્ર જપ કરવો.

તુલા   (ર.ત.) 

માન-સન્માન તથા પ્રતિષ્ઠામાં વધારો જોવા મળશે. નવા રોકાણ કરી શકાય. પાડોશીથી ધનલાભ. સંધ્યા સમય પછી મહત્વનું કામ કરવું નહીં.

વૃશ્ચિક (ન.ય.) 

વાણીમાં ઉગ્રતા આવી શકે. પરિવારમાં મત મતાંતર વધી શકે. વાહન ચલાવામા કાળજી રાખવી. નિત્ય સૂર્યની નામાવલીનું પઠન કરવું.

ધન  (ભ.ધ.ફ.ઢ.)

અટકેલાં સરકારી કામકાજ થાય. લગ્ન જીવનમાં ઝધડાઓ થાય. બગડેલ આરોગ્ય સુધરે. બ્રાહ્મણને રવિવારે ગોળ, પીત્તળના કળશનું દાન આપવું.

મકર  (ખ.જ.) 

નેત્ર પીડા થાય. નોકરીમાં ટ્રાન્સફર આવી શકે. શત્રુ પર વિજય. વડીલોને માન-સન્માન આપવું..

 

કુંભ  (ગ.શ.ષ.સ.) 

અનેક વિધ બાકી લાભો વડીલો મારફતે થાય. સંતાનના ઉત્કર્ષ માટેના સમાચાર મળે. શેરબજારમાં લાભ. સૂર્યોદય પહેલા ઉઠવાનોનિયમ રાખવો.

મીન  (દ.ચ.ઝ.થ.) 

વતનની મુલાકાત સંભવ. અનેક વિધ શુભ પરિવર્તનના સમાચાર મળે. હદયમાં તકલીફ આવી શકે! સૂર્ય દેવતાને જળમાં સાકારનાખીને ચડાવવું.

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Rashifal Solar Eclipse 2020 Surya Grahan 2020 astro news કમૂર્તા જ્યોતિષ રાશિફળ solar eclipse 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ