બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 14 arrested for drinking alcohol at a birthday party

ગાંધીનગર / બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતાં 14 યુવક-યુવતીઓની ધરપકડ

Vishal

Last Updated: 10:22 AM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કડક દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂની પાર્ટીઓ ચાલી રહી છે. હવે પાટનગર ગાંધીનગરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. દારૂની મહેફિલ માણતા કુલ 14 યુવક-યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે.

દારૂબંધી હોવા છતાં ગુજરાત જાણે કે દારૂનો અડ્ડો બની ગયું છે. કાયદાનો ડર ન હોય એમ ખુલ્લેઆમ લોકો મહેફિલો માણી રહ્યા છે. જ્યારે ચીલોડાના દશેલા ગામમાં આવેલા માધવફાર્મ હાઉસમાં દરોડા પાડી પોલીસે દારૂની મહેફિલ માણતાં 14 યુવક-યુવતીઓની ધરપકડ કરી છે. 

ચીલોડાના દશેલા ગામમાં આવેલા માધવફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલતી હતી. પોલીસે દારૂની મહેફિલ પર દરોડા પાડી 9 યુવક અને 5 યુવતી ધરપકડ કરી છે. જ્યારે આ સાથે પોલીસે 6 ગાડી પણ જપ્ત કરી છે. તો 5 યુવતીઓનો મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ટેસ્ટ પણ કરાવાયો હતો. 

ગ્રામ્ય LCBએ કરેલી રેડ દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસનું માનીઓ મિત્રના જન્મદિવસની પાર્ટી ઉજવવામાં આવી રહી હતી. જેમાં મોટાભાગના એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Alcohol arrested birthday party gandhinagar ધરપકડ gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ