બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / કોણ છે આ 13 વર્ષનો ભારતીય ક્રિકેટર? જેની ટીમ ઇન્ડિયામાં થઇ એન્ટ્રી, BCCIએ એકાએક ભાગ્ય ચમકાવી દીધું
Last Updated: 12:08 PM, 14 November 2024
મોહમ્મદ અમીનની કેપ્ટનશિપમાં અંડર 19 એશિયા કપ માટેની ટીમ BCCIએ ફાઇનલ કરી દીધી છે. જે આ મહિનાની 30 તારીખથી લઈને 8 ડિસેમ્બર સુધી યુએઈમાં યોજાશે. ત્યારે આ અંડર 19ની ટીમમાં માત્ર 13 વર્ષની ઉંમરના વૈભવ સૂર્યવંશીનો 15 ખેલાડીઓની ટીમમાં સમાવેશ કર્યો છે. આ એશિયા કપ ટુર્નામેન્ટનું ફોર્મેટ 50 ઓવરનું રહેશે.
ADVERTISEMENT
કોણ છે આ વૈભવ સૂર્યવંશી?
વૈભવ સૂર્યવંશીએ વર્ષની શરૂઆતમાં જ ચેન્નાઈ ખાતે યોજાયેલ બે ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેમાં વૈભવે એક ટેસ્ટમાં 58 બોલ પર સદી ફટકારીને સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા હતા. આ સાથે જ વૈભવે આગામી એશિયા કપ ટુર્નામેન્ટમાં અંડર 19 ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી.
ADVERTISEMENT
અમન, સિદ્ધાર્થ તથા ઓલરાઉન્ડર કિરણનો પણ ટીમમાં સમાવેશ
અંડર 19 એશિયા કપ ટીમમાં મુંબઈનો ઉભરતો બેટ્સમેન આયુષ મહાત્રે પણ સામેલ છે. જેને ગત ઓકટોબર મહિનામાં યોજાયેલ રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્રની સામે સદી ફટકારી હતી. તદુપરાંત તમિલનાડુના આન્દ્રે સિદ્ધાર્થ અને ઓલરાઉન્ડર કિરણ ચોરમલે પણ આ ટીમમાં સામેલ છે ત્યારે આ ટીમની લીડરશિપ ઉત્તરપ્રદેશના અમન મોહમ્મદ સંભાળશે. જેમણે પુડુચેરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને ત્રણ મેચની સિરીઝમાં બે હાફ સેન્ચુરી ફટકારી હતી.
ભારત અને પાકિસ્તાનની ટીમનો એક જ ગ્રુપમાં સમાવેશ
એશિયા કપ ટુર્નામેન્ટમાં બે ગ્રુપ છે. જેમાં ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, જાપાન અને યુએઈ અંડર 19ની ટીમનો સમાવેશ થાય છે. તો ગ્રુપ B માં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અંડર 19 ટીમનો સમાવેશ થાય છે. ભારતની ટીમને અંડર 19 એશિયા કપની સૌથી સ્ટ્રોંગ ટીમ માનવામાં આવે છે. જેણે આજ સુધી 8 વાર ટુર્નામેન્ટ જીતી છે.
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) November 13, 2024
India U19 squad for ACC Men’s U19 Asia Cup 2024 announced.
Details 🔽 #MensU19AsiaCup2024 | #ACChttps://t.co/O0a2CQfgBp
વધુ વાંચો: ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં જીવાતોએ એવો આતંક મચાવેલો, કે ખેલાડીઓ મેદાન છોડવા મજબૂર બનેલા
આ છે ઇન્ડિયાની અંડર 19 ટીમ
આયુષ મહાત્રે, વૈભવ સૂર્યવંશી, સી આન્દ્રે સિદ્ધાર્થ, મોહમ્મદ આમન(કેપ્ટન), કિરણ ચોરમલે(વાઇસ કેપ્ટન), પ્રણવ પંત, હરવંશ સિંહ પંગલિયા(વિકેટ કીપર), અનુરાગ કાવડે( વિકેટ કીપર), હાર્દિક રાજ, મોહમ્મદ એનાન, કેપી કાર્તિકેય, સમર્થ નાગરાજ, યુદ્ધજીત ગુહા, ચેતન શર્મા, નિખિલ કુમાર, સાહિલ પારખ, નમન પુષ્પક, અનમોલજીત સિંહ, પ્રણવ રાઘવેન્દ્ર, ડી દિપેશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.