બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / 13 gates of Ukai Dam opened 10 villages cut off as water level reaches dangerous level

સુરત / ભયજનક સપાટી નજીક જળસ્તર પહોંચતા ઉકાઈ ડેમના 13 દરવાજા ખોલાયા, 10 ગામ થયા સંપર્ક વિહોણા

Kishor

Last Updated: 04:07 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણીની આવક વધતાં ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો હતો આથી ડેમના 13 દરવાજા ખોલાયા હતા. જેને લઇને 10 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા.

  • ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો
  • ઉકાઈ ડેમની જળ સપાટી 342.28 ફૂટે પહોંચી
  • પાણીની આવક વધતાં ડેમના 13 દરવાજા ખોલી છોડાયું પાણી

ચાલુ સાલ ગુજરાતમાં સર્વત્રીક વરસાદને લઇને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં જળપ્રવાહમાં વધારો થયો છે. જેને લઇને ખેડૂતો તથા વહીવટીતંત્રને હાશકારો થયો છે. ત્યારે સુરતમાં પુરતા વરસાદને લઇને સુરત જિલ્લાના ઉકાઈ ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલ  ઉકાઈ ડેમની જળ સપાટી 342.28 ફૂટે પહોંચી છે. જયારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ ગણવામાં આવી રહી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટીથી પાણી માત્ર બે ફૂટ જેટલું જ દૂર હોવાથી વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે અને ચાપતી નજર રાખી રહ્યું છે તથા ડેમમાંથી પાણી છોડવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પાણી છોડતા હરિપુરા કોઝ-વે પાણીમાં ગરકાવ
તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઉકાઇ ડેમમાં નવા નીરની આવક થઇ છે. હાલ ઉકાઈ ડેમમાં 1 લાખ 42 હજાર 233 ક્યુસેક પાણીની આવક થઇ હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. બીજી તરફ પાણીની આવક વધતાં ડેમના 13 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે. કિનારાના નીંચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરી પાણી છોડવામાં આવતા તાપી નદીની જળ સપાટીમાં વધારો થતાં બારડોલી તાલુકાના કડોદ નજીક તાપી નદી ઉપર આવેલ હરિપુરા કોઝવે ફરી એકવાર પાણીમાં ગરક થયો હતો. 


10થી વધુ ગામો થયા સંપર્ક વિહોણા
પાણીના પ્રવાહને લઇને કોઝવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી કોસાડી, ઉન, ખંજરોલી, ઉમરસાડી, ગવાછી, ગોદાવાડી, ખરોલી સહિતના 10 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેમાં ખાસ દરરોજ આવાગમન કરતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વધુમાં લોકો સમય અને નાણાનો વ્યય કરી લાખ ચોર્યાસીનો ફેરો ફરી પોતાના ઘરે અને ઓફિસ પહોંચવા મજબૂર બન્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ