ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું.
ધો. 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
જુલાઇમાં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર
બોર્ડની વેબસાઈટ પર પરીક્ષાનું પરિણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની જુલાઇ પૂરક-2022 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. પરિણામને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર મૂકી દેવાયું છે.
Gujarat: ધોરણ 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ ઉપર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ મુકાયું#Gujarat#12thboard#Results
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 4, 2022
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. માર્ચ-2022માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 વિષયમાં નાપાસ થયા હતા તે વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 50,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ અત્યારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવાયું છે.
જુઓ શું આવ્યું પૂરક પરીક્ષાનું પરિણામ?
પૂરક પરીક્ષાના પરિણામમાંધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા આવ્યું જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23494 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. અહીંયા વિદ્યાર્થીનીઓનું પરિણામ 68.93 ટકા આવ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે.
બે મહિના અગાઉ જાહેર થયા હતા ધો.10 અને 12ના પરિણામ
ગત મે મહિનામાં ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ આવ્યું હતું. તેમજ ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ આવ્યું હતું.