12th science and GUJCET result 2022 declared how to check
BIG BREAKING /
ધો.12 સાયન્સનું 72.02 ટકા પરિણામ: 85.78 % સાથે રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમાંકે તો દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ
Team VTV10:10 AM, 12 May 22
| Updated: 10:30 AM, 12 May 22
ધો.12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ ગુજરાત શિક્ષણબોર્ડની વેબસાઇટ gseb.org પર જાહેર કરી દેવાયું.
ધોરણ 12 સાયન્સ અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું
ગુજરાત શિક્ષણબોર્ડની વેબસાઇટ gseb.org પર પરિણામ જોઇ શકશો
85.78 % સાથે રાજકોટ અવ્વલ, દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ
આખરે છેલ્લાં કેટલાંય સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યાં હતાં તે ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ અને અને GUJCETની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ત્યારે સૌ કોઇને પ્રશ્ન થતો હશે કે આખરે આ પરિણામ જોવાનું કઇ રીતે. તો તમને જણાવી દઇએ કે, એ માટે તમારે પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org ઓપન કરવાની રહેશે. પરિણામ જાણવા માટે ઉમેદવારોએ પોતાનો બેઠક ક્રમાંક નાખવાનો રહેશે. જો કે પરિણામ જાહેર થતાની સાથે જ વેબસાઇટ ઓપન થવામાં સમસ્યા સર્જાઇ રહી હતી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2022
પરિણામમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે, દાહોદ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ
ધોરણ 12 સાયન્સનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે ત્યારે પરિણામ સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં ગુજરાત બૉર્ડનું ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ આવ્યું છે જે ગયા વર્ષે 71.34 ટકા હતું. આ વર્ષે 85.78 % સાથે રાજકોટ રાજ્યભરમાં અવ્વલ આવ્યો છે જ્યારે દાહોદમાં સૌથી ઓછું 40.19 % પરિણામ આવ્યું છે.
61 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા
64 શાળાઓનું 100 ટકા પરિણામ
1.08 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
61 શાળાઓનું પરિણામ 10 ટકા કરતાં ઓછું
196 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો
3303 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-2 ગ્રેડ
અંગ્રેજી માધ્યમની શાળાનું પરિણામ 72.57 ટકા
ગુજરાતી માધ્યમની શાળાનું પરિણામ 72.04 ટકા
A ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 78.40 ટકા
B ગ્રુપના વિદ્યાર્થીઓનું પરિણામ 68.58 ટકા
AB ગ્રુપના વિદ્યાર્થીનું પરિણામ 78.38 ટકા
સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 85.78 ટકા
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 ટકા
જીતુ વાઘાણીએ ગઇ કાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી
ઉલ્લેખનીય છે કે, આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગઇ કાલે ટ્વિટ કરીને માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ ગઇ કાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.'
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૨નું પરિણામ તારીખ ૧૨/૦૫/૨૦૨૨ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.
રાજ્યમાં કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ 1 લાખ 8 હજાર વિદ્યાર્થીએ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12 સાયન્સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જ્યારે હવે માત્ર ધો.12 કોમર્સનાં થોડાં પેપર ચેક કરવાનાં બાકી છે, જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે. ત્યાર બાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.12 સાયન્સ, ત્યાર બાદ ધો.10 અને છેલ્લે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ગઇ કાલે ફાઇનલ આન્સર કી પણ કરાઇ હતી જાહેર
તમને જણાવી દઇએ કે, ગઇ કાલે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET-2022ની ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાઇ હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી.