રાજકોટમાં 12 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, તબીબ પરિક્ષણમાં સામે આવ્યો 7 માસનો ગર્ભ

By : HirenJoshi 11:11 AM, 13 March 2018 | Updated : 11:11 AM, 13 March 2018
રાજકોટઃ ભક્તિનગર વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. 12 વર્ષની સગીરા સાથે ગેંગરેપ થયો હોવાનું તબીબ તપાસમાં બહાર આવ્યુ છે. ડોક્ટરનો દાવો છે કે સગીરાને 5 થી 7 માસનો ગર્ભ છે.

પરિવારને આ મામલાના જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ભક્તિનગર પોલીસે સમગ્ર મામલાને મહિલા પોલીસ મથકને સોંપ્યો હતો. જ્યાં મહિલા પોલીસે સગીરા સાથે ગેંગરેપની ફરિયાદ દાખલ કરીને તપાસ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ પ્રકારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. 12 વર્ષની સગીરા સાથે ગેંગરેપ થયાનું તબીબ તપાસમાં બહાર આવ્યું હતું. ડોક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સગીરાને 7 માસનો ગર્ભ છે. જેને લઇ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.Recent Story

Popular Story