બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:29 AM, 30 September 2021
ADVERTISEMENT
એક એવા ફૂટબોલ ખેલાડીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેના ઉંમર ફક્ત 12 વર્ષ છે. પરંતુ શરીર ખૂબ જ ભારે ભરખમ છે. આ ખેલાડીનું નામ નયીમ પોવેલ છે. પોવેલ અમેરિકાના ફિલાડેલ્ફિયાનો રહેવાસી છે.
ફૂટબોલ ખેલાડી રહી ચુકેલા પોવેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને 20 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે. પોવેલ ડિફેન્સિવ અને ઓફેન્સિવ બન્ને પ્રકારનો ખેલાડી છે. એક્સપર્ટ ફૂટબોલમાં પોવેલનું ભવિષ્ય ખૂબ જ સારૂ જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર નયીમ પોવેલના માતા Rashaanah Conix Powellએ જણાવ્યું કે તેના દિકરાની લંબાઈ 6 ફૂટ છે અને વજન 154 કિલો, માતાનું કહેવું છે કે જાડાપણું હોવાના કારણે દિકરાને મજાકનો સામનો કરવો પડે છે. પરંતુ હવે તે બીજા ખેલાડીઓ પર ભારે પડી રહ્યો છે. માતાએ જણાવ્યું કે પોવેલ 8 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમી રહ્યો છે અને તેમનું સપનું અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગમાં રમવાનો છે.
એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કઈ ઉંમરમાં કયા કારણે પોવેલનું શરીર આટલું ભારે ભરખમ થઈ ગયું. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો પોવેલના ખૂબ વખાણ કરી રહ્યા છે લોકો કહે છે કે જો પોવેલ પોતાના સ્કિલ પર કામ કરે છે તો તેમને પોતાના શરીરનો ખૂબ ફાયદો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.