12 percent of decrease has been noted in lic shares on first day
BIG NEWS /
LIC માં રોકાણ કરનારાઓને પહેલા જ દિવસે નુકસાન, 8% ડિસ્કાઉન્ટ સાથે IPO નું લિસ્ટિંગ
Team VTV09:30 AM, 17 May 22
| Updated: 10:48 AM, 17 May 22
LIC IPOનું લિસ્ટિંગ 8% ડિસ્કાઉન્ટ સાથે થયું હતું અને પ્રી ઓપનમાં જ શેરમાં 12 ટકા ઘટાડો જોવા મળ્યો, જેથી રોકાણકારોને નુકસાન વેઠવું પડ્યું છે.
ભારે ડિસ્કાઉન્ટ પર એલઆઈસીનું લિસ્ટિંગ
8% ડિસ્કાઉન્ટ સાથે થયું લિસ્ટિંગ
રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન
પ્રી ઓપનમાં જ ઘટાડો
એલઆઈસીનાં શેરે બીએસઈ પર આજે પહેલા જ દિવસે શરૂઆત 81.80 રૂપિયાના ઘટાડા સાથે 867.20 રૂપિયા પર સેટલ થવા સાથે કરી. આ પહેલા એલઆઈસીનાં શેરે બીએસઈ પર પ્રી ઓપન સેશનમાં 12 ટકાથી વધારે ઘટાડામાં ટ્રેડની શરૂઆત કરી હતી.
ભારે ડિસ્કાઉન્ટ પર એલઆઈસીનું લિસ્ટિંગ
મહિનાઓની રાહ જોયા બાદ સરકારી વીમા કંપની એલઆઈસીનાં શેર આજે ઓપન માર્કેટમાં લિસ્ટ થઇ ગયા છે. જોકે શેર બજારમાં એલઆઈસીની શરૂઆત સારી રહી નથી. ગ્રે માર્કેટમાં ઝીરોથી નીચે પ્રીમિયમ પર ટ્રેડ કર્યા બાદ જેવા જ એલઆઈસીનાં શેર બીએસઈ પર લિસ્ટ થયા, તેમાં 12 ટકાથી વધારેનો ઘટાડો દાખલ કરવામાં આવ્યો છે. લિસ્ટિંગ બાદ એલઆઈસીનાં શેર પહેલા દિવસે 12.60 ટકા એટલે કે 119.60 રૂપિયા પડીને 829 રૂપિયા પર ખુલ્યા છે.
8% ડિસ્કાઉન્ટ સાથે થયું લિસ્ટિંગ
એલઆઈસીનાં આ પહેલા ઈશ્યૂ ભારતનાં ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓ સાબિત થયા છે. આ આઈપીઓ માટે 902-949 રૂપિયાની પ્રાઈસ નક્કી કરવામાં આવી હતી. પહેલી વાર કોઈ આઈપીઓ વિકેન્ડનાં બંને દિવસે ખુલ્લા રહ્યા હતા. રેકોર્ડ 6 દિવસો સુધી ખુલ્લા રહેલા એલઆઈસીનાં આઈપીઓને લગભગ દરેક કેટેગરીમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. જોકે ગ્રે માર્કેટમાં એલઆઈસી આઈપીઓનાં પ્રીમિયમ લિસ્ટિંગ પહેલા શૂન્યથી નીચે ગયા છે, જેથી રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાનનાં સંકેત જોવા મળી રહ્યા છે.
સવારે 8:45 વાગ્યે સરકારી વીમા કંપનીનાં લિસ્ટિંગનો સમારોહ શરુ થયો હતો. લિસ્ટિંગ સમારોહમાં બીએસઈમાં સીઈઓ તથા એમડી આશિષ કુમાર ચૌહાણ, દીપમ સચિવ તુહીન કાંત પાંડેય સહિત એલઆઈસીનાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અત્યારે આટલુ નેગેટીવ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ
સોમવારે, લિસ્ટિંગના એક દિવસ પહેલા, LIC IPOનો GMP ઝીરોથી 25 રૂપિયા સુધી નીચે પડ્યો હતો. આજે તેમાં થોડો સુધારો થયો છે, પરંતુ હજુ પણ તે 20 રૂપિયા નેગેટીવમાં ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે આ ગ્રે માર્કેટમાં 92 રૂપિયાનાં પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યો હતો. ટોપ શેર બ્રોકરનાં આંકડાઓ અનુસાર, અત્યારે એલઆઈસી આઈપીઓનાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્યથી 20 રૂપિયા નીચે છે. જીએમપીથી એ વાતના સંકેત મળી રહ્યા છે કે રોકાણકારોને પહેલા જ દિવસે નુકસાન ઉઠાવવું પડી શકે છે. એનાલિસ્ટ પણ માંની રહ્યા હતા કે એલઆઈસીનું લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ સાથે થશે.