ધંધુકા-બગોદરા હાઈ-વે પર 15 ફૂટ ઉંડા ખાડામાં બસ ખાબકતા બે વર્ષની બાળકીનું મોત

By : kaushal 10:41 PM, 11 July 2018 | Updated : 04:14 PM, 13 July 2018
અમદાવાદઃ જિલ્લાનાં ધંધુકા-બગોદરા હાઈ-વે પર અકસ્માત થયો હોવાંની એક ઘટના સામે આવી છે. હાઇ-વે પર આવેલ ગુંદી ફાટક નજીક આ સ્લીપર એસ.ટી કોચ બસે પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી ભાવનગર જતી બસ એકાએક પલ્ટી ખાઇ ગઇ હતી.

પલ્ટી થયેલી આ બસ રોડ પાસે આવેલ 15 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી ગઇ હતી. આ ઘટનામાં અનેક મુસાફરોને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાં 12 જેટલાં લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. જેમાં એક બે વર્ષની નાની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટનાસ્થળેથી આ બાળકીનો મૃતદેહ પણ બહાર કઢાયો છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.Recent Story

Popular Story