Team VTV11:03 PM, 18 Nov 19
| Updated: 11:13 PM, 18 Nov 19
ગુજરાતના આઈએએસ અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 12 આઈએએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે સાત અધિકારીઓને બદલી કરવામાં આવી છે. જ્યારે પાંચ અધિકારીઓને તેમની જગ્યા પર યથાવત રાખવામાં આવ્યા છે.
રાજ્યના IAS અધિકારીની બઢતી સાથે બદલી કરાઈ
12 આઈએએસ અધિકારીઓની નિયુક્તિ
સાત અધિકારીઓને બદલી
જેમાં બી.જી. પ્રજાપતિની રાજકોટ મનપામાં DYMC તરીકે નિમણૂંક કરાઇ છે. ડી.ડી.કાપડિયાને એડિશનલ રુરલ ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે નિયુક્તિ કરાઇ છે. ડી.એ.શાહને એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકે ગાંધીનગરમાં નિયુક્ત કરાયા છે. ટી.વાય.ભટ્ટને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગમાં MD તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જી.એસ.પરમારને GSTDREISમાં એક્ઝુકેટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરાયા છે. એમ.એન.નીનામાને ડેવલોપમેન્ટ કાસ્ટ વેલફેરમાં ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે કે.ડી.લાખાણીની GPSCમાં સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઇ છે.