બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:43 AM, 21 July 2024
સોશિયલ મીડિયા પર વિવિધ વીડિયો વાયરલ થતાં હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો જેને જોઈને તમારા રૂંવાડાં ઉભા થઈ જશે. કોબ્રાની લંબાઈ 12 ફૂટ હતી.તેના પછી રેસ્ક્યુ ટીમે તેને ઝાડ પરથી ઉતારીને સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો હતો.
ADVERTISEMENT
કર્ણાટકના અગુમ્બે ગામમાં એક જાયન્ટ કોબ્રાનું રેસ્ક્યુ ઑપરેશન જે દિલધડક રીતે થયું એનો વીડિયો અગુમ્બે રેઇનફૉરેસ્ટ રિસર્ચ સ્ટેશનના ફીલ્ડ ડિરેક્ટર અજયગિરિએ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. ૧૨ ફુટ લાંબો આ કોબ્રા જ્યારે ફેણ ચડાવીને ઊંચો થાય છે એ જોઈને ભલભલાનાં હાંજા ગગડી જાય એવું દૃશ્ય રચાય છે. આ કોબ્રા પહેલાં તો અગુમ્બે ગામના એક કાચા રસ્તા પર જોવા મળ્યો હતો. જોકે ત્યાં કેટલાક લોકો એને જોઈ જતાં એની પાછળ પડ્યા હતા. રોડ પરથી બચવા માટે કોબ્રા નજીકના ઘરના બગીચામાં ઝાડ પર ચડી ગયો હતો. ત્યાંથી અજયગિરિની ટીમના યુવાનોએ કોબ્રાને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. લાંબી સાપ પકડવાની કપડાની થેલીમાં અંદર આપમેળે કોબ્રા જતો રહે એ માટે થેલીને દીવાલને અડીને પથ્થરની આડશે ગોઠવવામાં આવે છે અને પછી કોબ્રા પકડવાના આંકડાની મદદથી ઝાડ પરથી એને નીચે ઉતારવામાં આવે છે અને છટકાના મોઢા પાસે છોડી દેવામાં આવે છે.
ADVERTISEMENT
King Cobra in Agumbe Ghat in western ghat of South Karnataka.
— Susanta Nanda (@susantananda3) July 19, 2024
Rescued & released safely🙏 pic.twitter.com/NAQvaHnc67
એક યુઝરે કમેન્ટ કરી છે કે, આ ક્રોબા સુંદર લાગી રહ્યો હતો. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું, કિંગ કોબ્રા કહી રહ્યો છે કે, હું ડેન્જરમાં નથી પણ હું જ ડેન્જર છું. એક યુઝરે કહ્યું કે, ભાઈ સાચવીને. લોકો એવું પણ કહ્યું કે, તેથી જ તેને કિંગ કોબ્રા કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.