જાગૃત / આખરે કેમ છૂટ્યો વાલીઓને ખાનગીનો મોહ, 1171 વિદ્યાર્થીઓએ કર્યો સરકારી શાળામાં પ્રવેશ

1171 students entered the government school in Vadodara

સરકારી શાળા નામ સાંભળતા જ આપણા નાકનું ટીચકું ચડી જાય અને કહેવા લાગીએ કે એમાં તો કંઈ બાળકને ભણાવાતા હશે. પરંતુ વડોદરાથી સરકારી શાળા બાબતે સારા સમાચાર સાંપડી રહ્યાં છે. વાલિઓ પોતાનાં બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી સ્કૂલોમાં બેસાડી રહ્યાં છે અને તેનું એક જ કારણ છે કે સરકારી સ્કૂલોમાં ભણાવવાનું સ્તર સુધર્યુ છે. અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ખાનગી શાળાનું શિક્ષણ સારું છે અને સુવિધાઓ પણ સારી મળી રહી છે. જો કે હવે ખાનગી શાળાઓમાં શિક્ષણનાં નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ