જામનગર જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડતા દર વર્ષે ઘઉં અને કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ આ વર્ષે ચણાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ટેકાના ભાવની ખરીદી પહેલી માર્ચે થશે
જામનગરમાં ચણાનો મબલક પાક
પહેલી માર્ચથી ચણાની ખરીદી કરાશે
ગુજકોમાસોલ કરશે ચણાની ખરીદી
જામનગર જિલ્લામાં આ વખતે ચોમાસામાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે દર વર્ષે ઘઉં અને કપાસનું વાવેતર કરતા ખેડૂતોએ આ વર્ષે ચણાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. સિંચાઇની સુવિધા, ખર્ચમાં બચત અને સારા વાતાવરણને કારણે આ વર્ષે ચણાનું મબલખ ઉત્પાદન થવાની ખેડૂતોએ આશા છે. જામનગર જિલ્લામાં શિયાળામાં 1.95 લાખ હેક્ટર વાવેતર થતું આવ્યું છે. જેમાં આ વખતે 1.15 લાખ હેક્ટરમાં ચણાના પાકનું વાવેતર થયું છે. જામનગર જિલ્લામાં શિયાળુ પાક તરીકે ઘઉં, ચણા અને જીરાનો પાક મુખ્ય છે.
આ વખતે સારી સિંચાઇની સુવિધા હોવા છતાં ખેડૂતો ચણાના પાક તરફ વળ્યા છે. અન્ય પાકમાં વધારે મહેનત, ખર્ચ અને મજૂરી તેમજ રાસાયણિક ખાતરની જરૂરિયાત વધારે રહે છે. જેની સાથે ચણામાં માત્ર ત્રણ જ પાણી આપવાથી પાક તૈયાર થઇ જાય છે. અને સારો ભાવ પણ મળી રહ્યો છે.
રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણાની ખરીદી હવે ગુજકોમાસોલને સોંપી છે.ચણા વેંચવા ઈચ્છતા ખેડૂતોની ઓન લાઈન નોંધણી પણ થઇ રહી છે જે ગુજકોમાસોલ કરે છે. 100 કિલો માટે ટેકાનો ભાવ 5230 છે. પહેલી માર્ચથી 187 કેન્દ્રો પર ખરીદી થશે.ખેડૂત દીઠ 125 મણ ચણા ખરીદ કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા રાજ્યમાંથી 4 લાખ 65 હજાર મેટ્રિક ટન ચણાનો જથ્થો ખરીદ થવાના કારણે રાજ્ય સરકારે ખેડૂત પાસેથી ધારણ કરેલ જમીન મર્યાદા વીઘે 12 મણનો નિર્ણય કર્યો છે. આવતીકાલ 28 ફેબ્રુઆરીએ પણ નોંધણી ચાલુ રહેશે. ખરીદ કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ . કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ)દ્વારા 187 કેન્દ્રો પર ચણાની ખરીદી થશે.