11 to 5 night curfew in Gujarat, find out which service will be on and which service will be closed
ખબર રાખજો /
ગુજરાતમાં આ ધંધાઓને રાત્રે ફરી લાગશે તાળા! જાણો રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી શું ખુલ્લુ રહેશે અને શું બંધ
Team VTV08:04 PM, 24 Dec 21
| Updated: 08:28 PM, 24 Dec 21
શનિવાર રાતથી 11 વાગ્યાથી રાત્રીકર્ફ્યૂનો થશે કડક અમલ, હવે રાતના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ, 31 ડિસેમ્બરે જાહેર રસ્તાઓ પર નહી શકે ઉજવણી
31 ડિસેમ્બરે જાહેર રસ્તાઓ પર નહી શકે ઉજવણી
કોરોનાના કેસોમાં વધારો થતા સરકારે લીધો નિર્ણય
શહેરોમાં વેપાર ધંધા રાતે 11 વાગ્યા અગાઉ થશે બંધ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. નાઈટ કર્ફ્યૂના સમયમાં રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરી નાખવામાં આવ્યો છે. અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.
રાત્રે 11થી 5 શું શું રહેશે બંધ?
તમામ દુકાન
રેસ્ટોરન્ટ
વાણિજ્યક સંસ્થાઓ
લારી-ગલ્લાઓ
શોપિંગ કોમ્પ્લેક્સ
માર્કેટિંગ યાર્ડ
અઠવાડિયક ગુજરી/બજાર/હાટ
હેર કટીંગ સલૂન
બ્યુટી પાર્લર
તમામ વ્યાપારિક ગતિવિધિ
થિયેટરો
ઓડીટોરીયમ
અસેમ્બલી હોલ
વોટર પાર્ક
જાહેર બાગ-બગીચા
મનોરંજક સ્થળો
સલૂન
સ્પા
સ્વિમિંગ પુલ
જીમ
આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઇ પણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે.
કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
અનાજ તથા મસાલા દળવાની ઘંટી
ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
પોસ્ટ અને કુરીયર સર્વિસ
ખાનગી સિક્યુરીટી સેવા
પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.