ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોની 11 ટીમ જલ્દી સંયુક્ત રુપે સાથે મળીને કોરોનાને પહોંચી વળવા માટે ઓફબીટ આઈડિયા પર કામ કરશે. આ ટીમોનું કામ કોરોના સામે લડનાર એન્ટીવાયરલ થેરાપીથી લઈને કોરોનાના લક્ષણોની ઓળખ કરનારા સેન્સર તૈયાર કરવાનું રહેશે.
ભારતીય અને અમેરિકન વૈજ્ઞાનિકોની 11 ટીમ જલ્દી સંયુક્ત રુપે કામ કરશે
આ ટીમ ઓફબીટ આઈડિયા પર કામ કરશે
કોરોના ઈગ્રિશન ગ્રાન્ટ હેઠળ દ્વિપક્ષિય પ્રક્રિયાના માધ્યમથી કામ થશે
વિજ્ઞાન તથા ટેક્નોલોજીની મંત્રાલયની જાહેરાત અનુસાર ભારતીય અને અમિરિકન વૈજ્ઞાનિકોની આ 11 ટીમ જલ્દી સંયુક્ત રુપે પ્રારંભિક નિદાન પરિક્ષણો, એન્ટીવાયરલ થેરાપી, ડ્રગ્સ રિપ્રોજિંગ, વેન્ટિલેટર રિસર્ચ, કિટાણુ શોધનાર મશીન અને કોરોનાના લક્ષણોને શોધનાર સેન્સર બેસ્ડ ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરશે.
મંત્રાલયની જાહેરાત મુજબ યૂએસ-ઈન્ડિયા સાયન્સ એન્ડ ટેક્નોલોજી એન્ડોવમેન્ટ ફંડ દ્વારા એપ્રિલ(2020)માં જાહેર કરવામાં આવેલા કોરોના ઈગ્રિશન ગ્રાન્ટ હેઠળ દ્વિપક્ષિય પ્રક્રિયાના માધ્યમથી કોરોની વિરુદ્ધ લડાઈમાં તમામ પાસાને પુરુ કરી કામ કરશે.
કોરોનાની લડાઈમાં ઓફબીટ આઈડિયા પર કામ કરીને પોતાના પ્રગતિશીલ વિચારો રજુ કરનારી આ 11 ટીમને એવોર્ડ આપવાની પણ જાહેરાત કરાઈ છે. આ ટીમ સંયુક્ત રુપે પ્રારંભિક નિદાન, એન્ટીવાયરલ થેરાપી, ડ્રગ્સ રિપ્રોજિંગ, વેન્ટિલેટર રિસર્ચ, કિટાણુ શોધનાર મશીન અને કોરોનાના લક્ષણોને શોધનાર સેન્સર બેસ્ડ ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવા જેવા તમામ પાસા પર કામ કરશે.