બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:24 PM, 11 November 2024
મણિપુરમાં માંડ શાંત પડેલી સ્થિતિ પાછી વકરી છે. જિરીબામ જિલ્લામાં આજે CRPF સાથેની અથડામણમાં 11થી વધુ કૂકી આતંકીઓ માર્યાં ગયા હતા. આ તમામ આતંકીઓ સીઆરપીએફ સ્ટેશન પર હુમલો કરવાના આવ્યાં હતા પરંતુ તેમની મેલી મુરાદ બર આવી નહોતી અને પહેલેથી જ એલર્ટ જવાનોએ તેમને ઠાર કરી નાખ્યાં હતા.
ADVERTISEMENT
11 #KukiTerrorists Gunned Down
— Kangleipak Information Bureau (@yaiphaba07) November 11, 2024
In a significant achievement, 11 #KukiHmar who attacked #Jakurador Village at #Jiribam #Manipur has been neutralised by security forces
Pray for #Meetei villagers trapped in the incident & also pray for our brave @crpfindia jawans who fought well https://t.co/i7rPPcnRTP pic.twitter.com/ukZzKWIUzA
હુમલો કરવા આવેલા 11 કૂકી આતંકીઓને ઠાર કર્યાં
ADVERTISEMENT
આતંકવાદીઓએ CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો. જે બાદ બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ અચાનક થયેલા હુમલામાં એક જવાન પણ ઘાયલ થયો છે. સૈનિકને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
મણિપુરમાં નવેસરથી હિંસા
મણિપુરમાં ગત વર્ષના મે મહિનામાં શરુ થયેલી હિંસા અટકવાનું નામ નથી લેતી. ઈમ્ફાલ ખીણમાં પહાડી વિસ્તારોમાં રહેતા મેતઈ અને કુકી સમુદાયના લોકો વચ્ચે જાતિય હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા અને આગચંપીમાં 200 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા મુખ્ય હિંસા બાદ પણ અનેક વાર હિંસા થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.