બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 04:23 PM, 30 July 2022
ADVERTISEMENT
બાંગ્લાદેશના ચટગામ જિલ્લાના ચોકીદાર રહિત રેલ્વે ક્રોસિંગ પર એક મિની બસ ટ્રેનની ચપેટમાં આવી જવાથી સાત વિદ્યાર્થીઓ સહિત લગભગ 11 લોકોના મોત થયા છે. જ્યારે પાંચ જણાં ઘાયલ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટમાં આ પ્રકારની જાણકારી સામે આવી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના શુક્રવારે મીરશરઈ ઉપજિલ્લામાં થઈ હતી. જ્યારે એક કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈ જતી મિની બસ ઢાકા જઈ રહેલી પ્રોવતી એક્સપ્રેસ ટ્રેનની ચપેટમાં આવી ગઈ હતી. મીરશરઈ પોલીસ સ્ટેશનના અધિકારી કબીર હુસૈને કહ્યું કે, આ દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યામાં 11 સહિત સાત લગભગ એક જ ઉંમરના વિદ્યાર્થીઓ હતા. જ્યારે અન્ય ચાર શિક્ષકો હતા.
ADVERTISEMENT
કબીર હુસૈને જણાવ્યું છે કે, પ્રોવતી એક્સપ્રેસ ટ્રેનની ચપેટમાં આવવાથી માઈક્રોબસ રેલ્વે ટ્રેક પર કેટલીય મીટર સુધી ઘસડાતી રહી. આ ઘટનામાં બસમાં સવાર 11 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ચટગામ મંડળ કાર્યાલયના ઉપ નિર્દેશક અનીસુર રહમાનના જણાવ્યા અનુસાર, મૃતકોની ડેડબોડી ઘટનાસ્થળેથી જપ્ત કરીને પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવી છે.
આ દુર્ઘટનાની તપાસ માટે સમિતિ બનાવી
દુર્ઘટના બાદ રેલ્વે અધિકારીએ આ ઘટનાની તપાસ માટે રેલ્વે મંડળ પરિવહન અધિકારી અંસારી અલીના નેતૃત્વમાં પાંચ સભ્યોવાળી સમિતિ બનાવામાં આવી છે. રેલ્વેના પૂર્વી વિસ્તારના જોનલ ડાયરેક્ટર જહાંગીર હુસૈનને તપાસ સમિતિ ગઠિત કરી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, તપાસ સમિતિ ટૂંકમાં તેનો રિપોર્ટ સોંપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.