બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / 11 Central government big advisory against Chinese mobiles

ખતરો / 11 ચીની મોબાઈલની સામે કેન્દ્ર સરકારે મોટી એડવાઈઝરી, સૈનિકોને તાબડતોબ ફોન બદલવાનું કહેવાયું, જાણો શું કર્યું ડ્રેગને

Kishor

Last Updated: 06:46 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુપ્તચર એજન્સીઓએ 11 ચીની બ્રાન્ડના મોબાઈલ સામે એડવાઇઝરી જાહેર કરી ભારતીય સૈનિકોને ચીની મોબાઈલ ખરીદી ટાળવા કહેવાયું છે.

  • 11 ચીની બ્રાન્ડના મોબાઈલ સામે એડવાઇઝરી જાહેર
  • ગુપ્તચર એજન્સીઓએ ચાઇનીઝ મોબાઈલના ઉપયોગ અંગે કરી એડવાઇઝરી જાહેર

સીમા પર ભારત અને ચીન વચ્ચેના તણાવ અટકવાનું નામ જ નથી લેતા આવી સ્થિતિ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ 11 ચીની બ્રાન્ડના મોબાઈલ સામે એડવાઇઝરી જાહેર કરી 
ભારતીય સૈનિકોને ચીની મોબાઈલ બદલવા અંગે કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે આ વિસ્તારમાં સૈનિકોને સાવધાની રાખી અને પોતાના ફોન બીજી કંપનીમાં બદલવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

દુશ્મન દેશમા બનતા મોબાઈલ ફોન ન ખરીદવા સૂચના
જે મામલે લિસ્ટ એકસેસ કરાવી છે જેમાં ભારતીય બજારમાં મળતા 11 અન્ય જાણીતી ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલનો સમાવેશ થાય છે જેને બદલવા જણાવ્યું છે જેમાં વન પ્લસ, oppo અને realme કંપનીના મોબાઈલ બદલવા જણાવાયું છે. જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં સૈન્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને તેના પરિવારજનોએ ભારતના દુશ્મન દેશમા બનતા મોબાઈલ ફોન ન ખરીદવા અથવા તેના ઉપયોગને ટાળવા કહેવામાં આવ્યું છે.

App જ નહીં આવા ફોન પણ બેન કરી શકે છે મોદી સરકાર, ચીનને ઝટકો આપવાની તૈયારી:  રિપોર્ટમાં દાવો | Government preparing to shock China Chinese smartphones  below 12 thousand rupees can be


સંવેદનશીલ માહિતી પણ લીક થઈ શકે છે

દુષમન દેશમાં બનેલા મોબાઈલ અને તેના વપરાશમા રહેલા જોખમ મામલે લોકો જાણે છે. ચાઈનીઝ મોબાઇલ અને એપ્સના ઉપયોગથી ફોનના સંબંધિત ડેટા જોખમતા હોવાનો અગાઉ મુદ્દો 2020 માં સામે આવ્યો હતો. ગાલવાન ખીણમાં ચીન સાથે અથડામણ બાદ ભારત સરકાર દ્વારા સંખ્યાબંધ ચાઈનીઝ મોબાઇલ એપ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ખતરો એપ્સ પૂરતો જ મર્યાદિત નથી. ઘણા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ ખતરો ફોન સાથે પણ સંકળાયેલ છે જેમાં સંવેદનશીલ માહિતી પણ લીક થઈ શકે છે.

આગામી સમયમા નિર્ણય કરાશે

વધુમાં ચાઇનાના આવા ઉપકરણોનો કોઈ પણ લોકોએ ઉપયોગ ન કરવો જોઈએ જેની પાસે એવું માળખું હોય છે જે ઉપકરણોએ આપણા સૈનિકોના એકઠા થવાના સ્થાન સહિતની વસ્તુઓ શોધી શકે છે. આથી એજન્સીઓ સતર્ક છે અને ભૂતકાળમાં પણ આવા પગલા લેવામાં આવ્યા છે. ત્યારે આ મામલે આગામી સમયમા વિગતવાર રિપોર્ટ જારી કરી આવા મોબાઇલની જગ્યાએ અન્ય મોબાઈલના ઉપયોગ અંગે જણાવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ