બ્રેકિંગ ન્યુઝ
Ronak
Last Updated: 12:59 PM, 30 June 2021
ADVERTISEMENT
રાજ્યમાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાકક્ષાએ પરિણામની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને બોલાવીને પરિણામ આપવામાં આવશે. જોકે પરિણામની હાર્ડ કોપીને જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ગ્રેડ સિસ્ટમ દ્વારા પરિણામ જાહેર
જોકે વાલીઓનું કહેવુ છે કે પરિણામ ઓનલાઈન આપ્યું હોત તો વધારે સારુ રહેતું. સાથેજ એમ પણ વાલીઓનું કહેવું છે કે, ધોરણ 11માં સૌને પ્રવેશ મળે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. વિદ્યાર્થીઓને આ વખતે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, અને ગ્રેડ સિસ્ટમ દ્વારા આ વખતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
17 હજાર કરતા વધું વિદ્યાર્થીઓના A1 ગ્રેડ
કુલ 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું, જેમા 17 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આપવામાં આવ્યો છે. સૌથી વધારે 1,85,266 જેટલા વિદ્યાર્થીઓ C1 ગ્રેડ સાથે પાસ થયા છે.
કેવી રીતે કરશે મુલ્યાંકન ?
આ પરિણામ બોર્ડ દ્વારા નિયત કરેલા ધારાધોરણ મુજબ આપવામાં આવ્યું છે. જેમા 20 માર્કસનું આંતરિક મુલ્યાંકન કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જે પણ એપ્લિકેશન કરવામાં આવી છે. તેમા શાળાઓ દ્વારા અપડેટ કરવામાં આવશે. ધોરણ 9ની પહેલી અને બીજી કસોટીમાંથી મેળવેલા માર્કસને 40 ટકા રૂપાંતરિક કરવામાં આવ્યા છે. ધોરણ 10ની ઓફલાઈન કે ઓનલાઈન શાળા દ્વારા યોજાયેલી પરીક્ષામાંથી 37.5% રૂપાંતરિક માર્કસ આપવામાં આવશે. તે સિવાય એકમ કસોટીમાંથી પણ 40 ટકા રૂપાંતરિક માર્કસ આપીને વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવશે.
હાર્ડકોપી જુલાઈના બિજા સપ્તાહમાં મળશે
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોમાં વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા. પરિણામ ની રાહ જોવા પાછળનું કારણ એ હતુ કે વિદ્યાર્થીઓ હવે આગળ શેમા પ્રવેશ લેવો તેની પ્રક્રિયામાં ભાગ લેશે. જોકે માર્કશીટની હાર્ડકોપી તો બોર્ડ દ્વારા જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.