બ્રેકિંગ ન્યુઝ
VTV / 10th Result 2019 Son of a chowkidaar Ayushman Tamrakar MP
vtvAdmin
Last Updated: 10:29 PM, 16 May 2019
આયુષ્યમાનમાં પરીક્ષામાં ગગન ત્રિપાઠી સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આયુષ્યમાન સરકારી બહુપદેશીય ઉત્કૃષ્ટ શાળાનો વિદ્યાર્થીઓ છે અને તેમને ૫૦૦ થી ૪૯૯ માર્કસ મળ્યા છે. આયુષ્યમાનના પરિવારમાં બધા લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પિતાની આવકથી ઘર ચાલે છે તે ચોકીદાર છે. આયુષ્યમાનની માતા પણ મજુરી કરીને ઘરના ખર્ચમાં મદદ કરે છે.
ADVERTISEMENT
આયુષ્યમાન પોતાના સફળતાનો શ્રેય તેમના શિક્ષકો અને માતા-પિતાને આપે છે. તેમણે કહ્યું, 'હું સોશિયલ મીડિયાથી દૂર છું. સોશિયલ મીડિયા ગમે ત્યારે જોઈ શકું છું, પરંતુ અભ્યાસનું લક્ષ્ય પુરુ થઈ શકે નહીં, તેથી મેં અભ્યાસને પ્રાથમિકતા આપી. 'આયુષ્યમાન આગળ વધીને એન્જિનિયર બનવા માંગે છે. બુધવારે જ્યારે આયુષ્યમાનનું પરિણામ આવ્યું ત્યારે તેમના પિતાની ફરજ પર હતા.
ADVERTISEMENT
જ્યારે પિતાને પોતાના પુત્રની સફળતાની ખબર પડી ત્યારે તે ખુબજ ખુશ થયા હતા. પરિવાર માટે એટલે આ આનંદની ઘડી હતી આયુષ્યમાનની સાથે તેની બહેન આયુશી ધો.૧૦ની પરીક્ષામાં ૯ર ટકા મેળવ્યા હતા. આયુષ્યમાનની માતાનું કહેવું છે કે તેમનો મોટો દીકરો એન્જિનિયર બને તે જ ઇચ્છા છે, પરંતુ તેમને ચિંતા એ છે કે આયુષ્યમાનની આગળના અભ્યાસ માટે પૈસા ક્યાંથી આવશે. આયુષ્યમાન બીજાની દુકાન પર બેસીને પોતાના ખર્ચના રૂપિયા મેળવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.