રાજસ્થાન ચૂંટણી: 105 વર્ષની વૃધ્ધ મહિલાએ કર્યું મતદાન, ઉંચકીને લવાયા મતદાન મથકે

By : admin 12:48 PM, 07 December 2018 | Updated : 12:48 PM, 07 December 2018
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે ત્યારે વેહલી સવારથી લોકો મતદાન માટે પહોંચ્યા. ત્યારે આ દરમિયાન યુવાનિયાઓને પણ શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે.

આજકાલના કેટલાક યુવાનો મતદાનથી દૂર ભાગે છે ત્યારે રાજસ્થાનના જયપુરમાં રહેતા શાહજહા અને 105 વર્ષના વૃદ્ધ મહિલા મતદાન માટે પહોંચ્યા હતા.

જો કે, વૃદ્ધ મહિલા ચાલી શકતા ના હોવાથી તેમના પરિવારજનો તેમને ઉંચકીને એટલે કે ટીંગાટોળી કરીને મતદાન મથકે લઈને આવ્યા અને મતદાન કરાવ્યું.

પરિવારજનોનો આરોપ છે કે અહીં તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાના બણગા ફૂ્કવામાં આવી રહ્યા છે પણ અહીં વ્હીલચેરની સુવિધાના નામે પણ મીંડા છે.

પરિવારજનોનું કહેવું છે કે, તેમના દાદીની ઉંમર 105 વર્ષ છે અને પહેલેથી તેઓ મતદાન કરી રહ્યા છે. પુખ્તવયના થયા ત્યારથી અત્યારસુધીમાં એક પણ વાર મતદાન ચૂક્યા નથી.Recent Story

Popular Story