બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : લેબનોનમાં આતંકીઓના પેજર્સમાં સીરિયલ બ્લાસ્ટ થતાં હાહાકાર, 8થી વધુના મોત, 2800 ઘાયલ
Last Updated: 09:56 PM, 17 September 2024
લેબનોનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહને કમરતોડ ફટકો પડ્યો છેત. મંગળવારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના લડાકૂઓના પેજર્સમાં બ્લાસ્ટ થતાં 8થી વધુ લોકોના મોત થયાં હતા તથા 2800 લોકો ઘાયલ થયાં હતા. ઈઝરાયલ પર પેજર્સ હુમલાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે ઈઝરાયલે લડાકૂઓના ખિસ્સામાં પેજર્સ મૂક્યા હતા જે ફાટતાં બ્લાસ્ટ થયો હતો જેમાં ઘણા લડાકૂઓના પણ મોત થયાં હતા.
ADVERTISEMENT
ઈરાની રાજદૂત પણ ઘાયલ
લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની પણ ઘાયલોમાં સામેલ છે. હિઝબુલ્લાહે હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને દાવો કર્યો છે કે તમામ પેજર્સ લગભગ એક જ સમયે વિસ્ફોટ થયા હતા.
ADVERTISEMENT
🚨Wow!! Hundreds Injured! 🚨
— In2ThinAir (@In2ThinAir) September 17, 2024
Hundreds of Hezbollah members in Lebanon wounded after their pagers exploded!
According to local residents, the explosions went on for 30 minutes after the initial blast.
Now imagine having the power to do this to Smartphones!
It exists! pic.twitter.com/eZejHIVyhW
પેજર્સમાં વિસ્ફોટ
લેબનોને એવી માહિતી આપી કે આજે બપોરે હિઝબુલ્લાના ઘણા લડાકૂઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા. તેમના પેજર્સમાં બ્લાસ્ટ થયો હતો. ઉલ્લેખનીય છે કે પેજર્સ એક પ્રકારનું વાતચીત કરવાનું સાધન છે. ટૂંકા ગાળાના અંતર માટે વાતચીત કરવા પેજર્સનો ઉપયોગ થાય છે.
Son of Hezbollah’s MP has been allegedly killed in one of the pager blast today. #Lebanon #Hezbollah #Mossad pic.twitter.com/J9BmweQ0LF
— INDIA NARRATIVE (@india_narrative) September 17, 2024
એક પછી એક અનેક બ્લાસ્ટ
આ સીરીયલ બ્લાસ્ટ દક્ષિણ લેબનોન અને રાજધાની બેરૂત સહિત ઘણા સ્થળોએ થયા હતા, બ્લાસ્ટ સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક પછી એક અનેક વિસ્ફોટ થયા અને એક કલાક સુધી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો.
હોસ્પિટલોમાંથી આવી રહી છે ડરામણી તસવીરો
સોશિયલ મીડિયા અને લેબનોન અને ઈઝરાયલી મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરોમાં ઘાયલ લોકોને જમીન પર પડેલા દર્શાવવામાં આવ્યા છે. બ્લાસ્ટ બાદ હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ હતી, લોકોને માથામાં, પગમાં અને હાથમાં ઈજા થઈ હતી. સ્થાનિક હોસ્પિટલોમાંથી બહાર આવી રહેલી તસવીરોમાં બેકાબૂ સ્થિતિ જોઈ શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.