Viral Video / બનાસકાંઠામાં પાક સહાયના ફોર્મ માટે ઉઘારાવાયા 100 રૂપિયા, વીડિયો વાયરલ થતા ઉઠ્યા અનેક સવાલ

બનાસકાંઠામાં પાક વીમા સહાય માટેના ફોર્મના રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ફોર્મ માટે ઉઘરાવવામાં આવતા રૂપિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિના મૂલ્યના ફોર્મના 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ખેડૂતોને સહાય માટે સરકારે જાહેરાત કરી છે. ત્યારે અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ પાક વીમાના ફોર્મના 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. પાક નુકસાનનું વળતર મેળવવા માટે ખેડૂતો પૈસા આપવા માટે મજબુર બન્યા છે. સુઈગામના રડોસણ ગ્રામપંચાયતનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલ ઉઠ્યા છે. તંત્ર દ્વારા શું કાર્યવાહી કરાશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ