બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 100 reservoirs on high alert in Gujarat after heavy rains, system alert mode on
Mehul
Last Updated: 11:43 PM, 29 September 2021
ADVERTISEMENT
ગુજરાતમાં શાહીન વાવાઝોડું ત્રાટકવાની પૂરી ભીતિ વચ્ચે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે ઉતર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે.આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે અતિભારે વરસાદને કારણે જળાશયોમાં નવાપાણીની આવક થઈ છે.ગુજરાતના લગભગ 100 જળાશયને હાઈ એલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.હાઈ એલર્ટ પર મુકાયેલા 100 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો છે.તો એલર્ટ પર મુકાયેલા 8 જળાશયમાં 80 થી 90 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે 18 જળશાયમાં 70 થી 80 ટકા અને 80 જળશાયમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ક્યાં -કેટલો વરસાદ
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે આવેલા વિસાવદરમાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકી જતા નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. તો જુનાગઢના ગીરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. જુનાગઢના ભવનાથ મંદિર અને ગિરનારના પગથીયા પરથી પાણી વહી રહ્યા હતા. જૂનાગઢમાં 2 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 2 ઇંચ, મેંદરડામાં 1.5 ઇંચ, અને માંગરોલમાં 3 ઇંચ, માણાવદરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના 142 રસ્તાઓ બંધ
છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં અનરાધાર વરસાદ ખાબકી જતા વાહન વ્યવહાર માટે લગભગ 142 જેટલા રસ્તા બંધ કરવાની વહીવટી તંત્રને ફરજ પડી છે.ગુલાબમાંથી પરિવર્તિત થયેલા શાહિન ચક્રવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.ત્રાજ્ય્ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંભવિત વાવાઝોડાને લઈને એક તત્કાલ બેઠક બોલાવી સ્થિતિની સમિક્ષા કરવા સાથે જિલ્લા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવાયા છે.
આ જિલ્લામાં ભારે વરસાદ: હવામાન વિભાગ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ, આણંદ, ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદનું અનુમાન છે. તો ઉત્તર ગુજરાતમા સામાન્ય વરસાદ અને કચ્છમાં શાહિનને કારણે સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.અમદાવાદના શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.