બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 100% rainfall of the season in Gujarat monsoon news
Dhruv
Last Updated: 02:41 PM, 24 August 2022
ADVERTISEMENT
રાજ્ય (Gujarat) માં સાર્વત્રિક વરસાદને પરિણામે આ વખતે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 100% નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 156% ટકા અને સૌથી ઓછો વરસાદ પૂર્વ ગુજરાતમાં 82% ટકા જેટલો નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 107% ટકા, સૌરાષ્ટ્રમાં 89.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.31% ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
રાજ્યમાં હાલમાં 57 જળાશયો 100% છલોછલ
રાજ્યમાં હાલમાં 57 જળાશયો 100% ભરાયા છે. જેમાં 72 જળાશયો 70%થી 100% જેટલા ભરાયા છે. તો 29 જળાશયો 50થી 70% ભરાયા છે. 22 જળાશયો 25થી 50% ભરાયા છે જ્યારે
28 જળાશયો 24%થી પણ ઓછાં ભરાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
આજ રોજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 203 મીમી એટલે કે આઠ ઇંચથી વધુ વરસાદ જ્યારે મોરબી તાલુકામાં 134 મીમી, બેચરાજીમાં 124 મીમી અને રાધનપુર તાલુકામાં 121 મીમી મળીને કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
એ સિવાય વિસનગર તાલુકામાં 114 મીમી, ઇડર તાલુકામાં 120 મીમી અને પાટણ તાલુકામાં 98 મીમી મળીને કુલ 3 તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો. જ્યારે વિજાપુર તાલુકામાં 82 મીમી, સરસ્વતીમાં 90 મીમી, અમીરગઢમાં 89 મીમી, પોશીનામાં 89 મીમી, માણસામાં 89 મીમી, જોટાણામાં 84 મીમી અને હિમતનગરમાં 74 મીમી મળીને કુલ 9 તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળીને કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 49 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહેશે. તેમાં પણ ખાસ કરીને 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં 5 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદમાં પણ આજે સાંજ સુધી ધીમીધારે વરસાદ રહેશે.
કુલ 12 જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 4 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 8 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. જેમાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે.
આજે ગુજરાતના 91 તાલુકામાં વરસાદ વરસ્યો
આજે ગુજરાતના 91 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. કહેતા સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સિદ્ધપુરમાં 2 ઈંચ, સતલાસણમાં 2 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે પાલનપુરમાં પોણા 2 ઈંચ, ઉંઝામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, કઠલાલમાં 1.5 ઈંચ, હારીજમાં 1.5 ઈંચ, જોટાણામાં 1.5 ઈંચ, દાંતામાં 1 ઈંચ, ચાણસ્મામાં 1 ઈંચ, મહુધામાં 1 ઈંચ, અમીરગઢમાં 19 મીમી, ખેડામાં 19 મીમી, વડગામમાં 18 મીમી, સુઈ ગામમાં 17 મીમી, સમીમાં 17 મીમી, ધાનેરામાં 16 મીમી, ખેરાલુમાં 15 મીમી, દસક્રોઈમાં 15 મીમી, ભૂજમાં 15 મીમી, પોશીનામાં 14 મીમી અને મહેમદાવાદમાં 14 મીમી વરસાદ વરસ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.